જૂનાગઢ આઠમ એટલે કે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ ઉજવણી સમગ્ર (Janmashtami 2022) દેશમાં જોવા મળી રહી છે, ત્યારે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા ભાલકા તીર્થમાં શ્રીહરિ કૃષ્ણના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં હરિના ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે. ભાલકાતીર્થ ક્ષેત્રને ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ ધામ તરીકે પણ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે. જેને લઈને આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એ હાજર રહીને જગતગુરુ શ્રીકૃષ્ણના દર્શન કરીને પોતાની જાતને ધન્યતા આપી હતી. આજે સમગ્ર દિવસ દરમિયાન (Bhalka Tirtha Janmashtami festival) ખૂબ મોટી સંખ્યામાં હરિના ભક્તો જગતગુરુ શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેમજ રાત્રીના 12:00 કલાકે શ્રીકૃષ્ણના જન્મોત્સવનો ધાર્મિક પ્રસંગ પણ ધામધૂમ પર્વત ઉજવવામાં આવશે.
કૃષ્ણ જન્મોત્સવને લઈને ભાલકાતીર્થ ક્ષેત્રમાં શ્રી હરિના ભક્તોનું ઘોડાપૂર આ પણ વાંચોJanmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ
શ્રીકૃષ્ણના પરલોક ગમનની ભૂમિ - ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, બાળપણ ગોકુળમાં પસાર થયું, રાજ દ્વારકામાં કર્યું અને દેહત્યાગ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં છોડ્યો આવી પાવનભૂમિ એટલે સોમનાથ નજીક આવેલ ભાલકા તીર્થ ક્ષેત્રને ભગવાન શ્રી હરિની પરલોક ગમનની ભૂમિ તરીકે (Janmashtami Festival 2022) પણ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. સતયુગના સમયે ભગવાન શ્રી કૃષ્ણ યાદવોના પરસ્પર સહકાર પછી ખિન્ન થઈને શ્રીકૃષ્ણ આ જગ્યા પર પીપળના ઝાડ નીચે યોગ સમાધીમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે ભૂલથી જરા નામના પારધીએ શ્રીકૃષ્ણને મૃગ માનીને તેના પર તીર છોડ્યું હતું. બાણનું તીર શ્રીહરી કૃષ્ણના ડાબા પગનું તળિયું વીંધીને પસાર થયું હતું. ત્યારબાદ શ્રી હરિ ક્રૃષ્ણએ દેહત્યાગ કર્યો હોવાનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને લઈને પણ ભાલકા તીર્થ ક્ષેત્ર હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પૂજનિય સ્થળ બની રહ્યું હતું.
આ પણ વાંચોબે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ
શ્રી કૃષ્ણએ પારધીને ક્ષમા આપી -યોગ સમાધિમાં પીતાંબર ધારી ભગવાન શ્રીકૃષ્ણ પર તીર છોડ્યા બાદ જરા નામનો પારધી મૃત મૃગને લેવા માટે ભાલકા નજીક આવ્યો હતો. ત્યાં તેમને સ્ત્રી હરિ કૃષ્ણના દર્શન થયા હતા અને જરા નામના પારધીએ કોઈ ખૂબ મોટી ભૂલ કરી હોવાનો પ્રસ્તાવો ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ કર્યો હતો. ત્યારે શ્રી હરિ કૃષ્ણએ જરા પારધીને ક્ષમા આપીને તેને જણાવ્યું હતું કે તેમની ઈચ્છાથી આ બન્યું છે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની ક્રાંતિથી વસુંધરા અને વ્યોમને વ્યાપ્ત કરતા પરમધામમાં અહીંથી પ્રયાણ કર્યું હોવાના ધાર્મિક માન્યતા આજે પણ ખૂબ જ આસ્થા સાથે જોવા મળે છે. Janmashtami 2022 Junagadh Janmashtami Festival 2022 Krishna Janmashtami Puja Items Krishna Janmotsav In Junagadh happy janmashtami Bhalka Tirtha Janmashtami festival Bhalka Tirth Temple