ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે જામીન આપ્યા - Junagadh News

જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના મારફતે રાજસ્થાનથી સિંહના નકલી નખની તસ્કરી કરતા ભંડુરીના એક આરોપીને પકડી પાડ્યો હતો. જેને  માળિયા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન
સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન

By

Published : Dec 5, 2019, 10:50 PM IST

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાંથી સિંહના નકલી નખ સાથે 1 ઈસમની ધરપકડ કરી હતી. વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે આરોપી પિયુષ જોશીને રિમાન્ડ માટે માળિયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. નકલી નખ રાજસ્થાનના ઝૂનઝૂનુ વિસ્તરામાંથી સોશિયલ મીડિયાના મારફતે મગાવવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની ડીલ પ્રથમ વખત કરવામાં આવી હોવાની વિગતો ખુલવા પામી હતી. વન વિભાગની તપાસમાં આરોપી સોશિયલ મીડિયાના મારફતે નકલી નખનો ઓર્ડર કર્યો હતો.

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન

જેને પોસ્ટ મારફત રાજસ્થાનથી મગાવવામાં આવ્યા હતા, ત્યારે વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે છટકું ગોઠવી પોસ્ટનું પાર્સલ લેતી વખતે યુવકને સિંહના બે નખ સાથે રગે હાથ ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવક પાસેથી ઝડપાયેલા સિંહના નખ અસલી છે કે, નકલી તેની તપાસ માટે વન વિભાગ દ્વારા FSL મોકલવાની કામગીરી થઈ રહી છે. તેમજ સિંહના નખનું નેટવર્ક ક્યાંથી અને કેટલા સમયથી ચાલે છે અને તેની પાછળ છે. તેમજ સમગ્ર રેકેટમાં કોણ સંકળાયેલું છે. તેની પણ તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસ બાદ વધુ કેટલાક ખુલાસાઓ થશે તેવું લાગી રહ્યું છે.

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન

ABOUT THE AUTHOR

...view details