જૂનાગઢ: તાલાલા માર્કેટિંગ યાર્ડ (Talala Marketing Yard)માંકેસર કેરીને હરાજીની શુભ શરૂઆત થઇ ગઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી (Mango Auction In Talala)નો આગવો અંદાજ જોવા મળી રહ્યો છે. પારંપરિક રીતે કેસર કેરીની હરાજી વર્ષોથી થતી આવે છે, પરંતુ દર વર્ષે આ હરાજીના અંદાજમાં અનેક ફેરફારો જોવા મળે છે. આ વર્ષે પણ કેસર કેરીની હરાજીનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. હરાજીના આ દ્રશ્યો લોકોને ઘણા જ પસંદ આવી રહ્યા છે.
આ પણ વાંચો:kesar mango auction: ફળોના રાજા ગણાતી કેસર કેરીની બજારમાં એન્ટ્રી, જાણો પ્રતિ 10 કિલો બોક્સના ભાવ
10 સેકન્ડમાં 500થી 1500 રૂપિયા પહોંચે છે હરાજી-કેસર કેરીની હરાજીનો આ અંદાજ મોટી મોટી માર્કેટિંગ કંપનીઓને પણ વિચારતા કરી મૂકે તેવો છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી (Mango Auction In In Gujarat)માં 8થી 10 સેકન્ડ સુધી બોલવામાં આવતા શબ્દો અને શરીરના હાવભાવ કેરીના મો માંગ્યા ભાવ (Mango Price In Junagadh) આપવા માટે પૂરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. 500 રૂપિયાથી શરૂ થયેલી હરાજી (Unique Auction In Junagadh)ની બોલી 10 સેકન્ડની અંદર 1,500 રૂપિયા સુધી પહોંચી જાય છે. આની પાછળ હરાજીનો ખૂબ જ લોભામણો અને અનોખો અંદાજ કારણભૂત બની રહ્યો છે.
આ પણ વાંચો:Kesar Mango auction Start in Junagadh : ફળોની રાણી કેસર કેરીની હરાજી ક્યાં થશે શરૂ, કેવા રહેશે બજારભાવો જાણો
દર વર્ષે જોવા મળે છે હરાજીનો આ અંદાજ- તાલાલા માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે કેસર કેરીની હરાજી થાય છે. હરાજીનું સ્થળ અને સમય પાછલા ઘણા વર્ષોથી નક્કી હોય છે, પરંતુ હરાજીનો આગવો અને અનોખો અંદાજ દર વર્ષે બદલાતો જોવા મળી રહ્યો છે અને તેને કારણે કેસર કેરીનુ માર્કેટિંગ પણ થઈ રહ્યું છે. કેસર કેરી (kesar mango talala gir)ના સ્વાદની સાથે અલગ રીતે કરવામાં આવતી હરાજીનો અંદાજ પણ કેસર કેરીથી જરાપણ ઉણો ઉતરે તેમ નથી. આવો અંદાજ દર વર્ષે કેસર કેરીની હરાજી શરૂ થયા બાદ જોવા મળે છે.