ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના ભંડુરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જોવા મળી ગંભીર બેદરકારી, વીડિયો થયો વાયરલ - health and wellness center

જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં આવેલી ભંડુરી હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમણ કાળમાં આરોગ્ય સેન્ટરને કાર્યક્ષમ બનાવવાની વાતોનો ભંડુરી હેલ્થ સેન્ટરમાં લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. અહીં દર્દીઓની જગ્યા પર શેરીમાં રખડતા સ્વાન હેલ્થ સેન્ટરમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બનતા મામલો વધુ ગરમાઈ રહ્યો છે.

જૂનાગઢના ભંડુરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જોવા મળી ગંભીર બેદરકારી
જૂનાગઢના ભંડુરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જોવા મળી ગંભીર બેદરકારી

By

Published : Jul 31, 2021, 3:44 PM IST

  • જૂનાગઢ જિલ્લાનું ભંડુરી આરોગ્ય કેન્દ્ર વાયરલ વિડીયો ને લઈને ચર્ચામાં
  • આરોગ્ય અને વેલનેસ સેન્ટર માં દર્દીઓની જગ્યા પર સ્વાન કરી રહ્યા છે આરામ
  • સમગ્ર વાઇરલ વિડિયો ને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ અજાણ

જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાનું ભંડુરી આરોગ્ય અને વેલનેસ સેન્ટર વાયરલ થયેલા વિડિયોને કારણે ચર્ચાસ્પદ બની રહ્યું છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં દર્દીઓની જગ્યા પર શેરીમાં રખડતા શ્વાન ખુરશીમાં આરામ કરતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોની વચ્ચે એકલ દોકલ વ્યક્તિઓ આરોગ્ય અને વેલનેસ સેન્ટરમાં તબીબી સવલતો મેળવવા માટે આવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને જૂનાગઢ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન વ્યાસ સમગ્ર મામલાને લઈને અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

જૂનાગઢના ભંડુરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જોવા મળી ગંભીર બેદરકારી

સંભવિત ત્રીજી લહેરને પહોંતી વળવાના દાવાઓ પોકળ

કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યનો આરોગ્ય વિભાગ પાછલા કેટલાય સમયથી તૈયારી કરી રહ્યો છે અને સંભવિત લહેર ન આવે તેને લઈને પણ પ્રયાસો થઇ રહ્યા છે. આ તમામ શક્યતાઓની વચ્ચે ભંડુરી આરોગ્ય અને વેલનેસ સેન્ટરના જે દૃશ્યો સામે આવ્યા છે જોતા એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારની તૈયારીઓ અને દાવાઓ માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details