ગુજરાત

gujarat

ETV Bharat / city

કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ, રામમંદિર માટે સદાય રહેશે યાદ - કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામજન્મભૂમિ આંદોલનના અભિયાનના મહત્ત્વના નેતા કલ્યાણસિંહને જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજે શ્રદ્ધાંજલિ આપી છે. હરિગીરીજી મહારાજે જણાવ્યું હતું કે જે પ્રકારે સોમનાથના પુનઃનિર્માણ માટે સરદાર પટેલને યાદ કરવામાં આવે છે તે જ રીતે રામ મંદિરના નિર્માણ માટે સદાય કલ્યાણસિંહને યાદ રાખવામાં આવશે.

કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ, રામમંદિર માટે સદાય રહેશે યાદ
કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ, રામમંદિર માટે સદાય રહેશે યાદ

By

Published : Aug 23, 2021, 5:49 PM IST

Updated : Aug 24, 2021, 7:38 AM IST

  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને હરિગીરી મહારાજે આપી શ્રદ્ધાંજલિ
  • સોમનાથ પુનઃનિર્માણ માટે સરદાર પટેલને યાદ કરાય છે તે જ રીતે રામમંદિરના નિર્માણ માટે કલ્યાણસિંહને યાદ રખાશે
  • દિવંગત કલ્યાણસિંહને ભગવાન શ્રીરામ તેમના ચરણોમાં જગ્યા આપે તેવી હરિગીરી મહારાજે કરી પ્રાર્થના

    જૂનાગઢઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ જન્મભૂમિ મંદિર અભિયાનના મહત્ત્વના નેતા કલ્યાણસિંહનું બે દિવસ પૂર્વે નિધન થયું છે. તેને લઈને જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજે કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના પરિવાર પર કુદરતી આફત આવી પડી છે તેને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે અને દિવંગત કલ્યાણસિંહને ભગવાન શ્રીરામ તેમના ચરણોમાં જગ્યા આપે તેવી પ્રાર્થના કરી હતી. હરિગીરીજી મહારાજે કલ્યાણસિંહને રામ જન્મભૂમિ અને ભવ્ય રામમંદિર માટે સમગ્ર ભારતવર્ષ સદાય યાદ રાખશે તેવા શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી
    દિવંગત કલ્યાણસિંહને ભગવાન શ્રીરામ તેમના ચરણોમાં જગ્યા આપે તેવી પ્રાર્થના કરી


    સોમનાથ માટે સરદાર પટેલને કરાય છે યાદ એજ રીતે રામમંદિર માટે કલ્યાણસિંહને રખાશે યાદ

    કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપતા હરિગીરીજી મહારાજે કહ્યું કે સરદાર પટેલને સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે તે જ પ્રકારે અયોધ્યામાં જે રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેના માટે કલ્યાણસિંહને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે અને જણાવ્યું હતું કે સરદાર પટેલ ન હોત તો સોમનાથ ની કલ્પના આજે પણ અધૂરી હોત. તેવી જ રીતે જો કલ્યાણસિંહ ની હાજરી ના હોત તો આજે પણ રામ જન્મભૂમિ માટે આંદોલનો અને લડાઈ ચાલતી હોત. પરંતુ જે પ્રકારે કલ્યાણસિંહે રામ જન્મભૂમિ ન્યાસ માટે લડાઈ શરૂ કરી તેનું પરિણામ આજે મળી રહ્યું છે અને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્યાતિ ભવ્ય મંદિરના આકાર પામી રહ્યું છે. તેને માટે કલ્યાણસિંહને એકમાત્ર પ્રેરણાસ્ત્રોત ગણાવીને હરિગીરીજી મહારાજે શ્રદ્ધાંજલિ આપી હતી


    આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ તરફથી જતા માર્ગને 'કલ્યાણ સિંહ માર્ગ' નામ અપાશે
Last Updated : Aug 24, 2021, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details