ગુજરાત

gujarat

ETV Bharat / city

ભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે : માંના દરબારમાં નવલી નવરાત્રી - Navratri 2022 in Junagadh

જૂનાગઢમાં માં વાઘેશ્વરીના દરબારમાં નવરાત્રીની (maa Vagheshwari darbar in Junagadh) ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. નવાબ અને રા નવઘણ પણ માતાજીના ભક્તો બન્યા હતા. નવાબ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થતું હતું. (Junagadh Navratri organized)

Etv Bharatભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે : માંના દરબારમાં નવલી નવરાત્રી
Etv Bharatભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે : માંના દરબારમાં નવલી નવરાત્રી

By

Published : Sep 21, 2022, 2:01 PM IST

જૂનાગઢ સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ધાર્મિક મહત્વ હોય છે, વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીઓ પૈકી ચૈત્રી અને આસો નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં (maa Vagheshwari darbar in Junagadh) જગતજનની માં જગદંબાની પૂજા થાય છે, તો નવરાત્રીમાં માતાજીની પૂજાની સાથે ખેલૈયાઓ ગરબે પણ ખુમતા હોય છે, ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વયંભુમાં વાઘેશ્વરીના દરબારમાં નવરાત્રીનું આયોજન થાય છે. (Junagadh Navratri organized)

ભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે : માંના દરબારમાં નવલી નવરાત્રી

નવરાત્રીમાં માં જગદંબાનું થાય છે પૂજનવિક્રમ સંવતના વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓ પૈકી ચૈત્રી અને આસો નવરાત્રીનું મહત્વ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠોમાં જગતજનની મા જગદંબાનું ધાર્મિક વિધિ વિધાન, પૂજા અને મંત્રોચ્ચાર સાથે ઉજવણી થતી હોય છે. ચૈત્રી નવરાત્રી ધાર્મિક દ્રષ્ટિએ અને પૂજા પાઠમાં વિશ્વાસ ધરાવતા ભક્તો માટે ખાસ મહત્વ રાખે છે. તેવી જ રીતે આસો નવરાત્રિ પણ ખેલૈયાઓ માટે મહત્વની મનાઈ છે. (Vagheshwari darbar puja in Navratri)

નવરાત્રીની ઉજવણી આસો નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં જગદંબાની પૂજા થાય છે અને ખેલૈયાઓ નવ દિવસ સુધી માં જગદંબાના ગરબા રમીને અનોખી રીતે ધર્મની સાથે સાંસ્કૃતિક જોડાણના ભાગરૂપે આસો નવરાત્રીની ઉજવણી કરતા હોય છે, ત્યારે નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં આવેલા વાઘેશ્વરી મંદિરમાં પણ ધાર્મિક આસ્થા અને ઉલ્લાશ સાથે નવરાત્રીની ઉજવણી થવા જઈ રહી છે.

ભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે

નવાબ અને રા નવઘણ માં વાઘેશ્વરીના ભક્તજૂનાગઢમાં ગીરી તળેટીમાં આવેલા ગિરનાર પર્વતમાળાઓમાં માં વાઘેશ્વરી સ્વયંભૂ પ્રગટ થયાના ધાર્મિક પુરાવો આજે પણ છે. જેને કારણે વાઘેશ્વરીને જૂનાગઢના નગરદેવી તરીકે આજે પૂજાય રહ્યા છે. વાઘેશ્વરી માતાનું ધાર્મિક મહત્વ અને તેમની હાજરા હજૂર પ્રતીતિ જુનાગઢના નવાબ અને રા નવઘણને પણ માતાજીના ભક્તો બન્યા હતા. જૂનાગઢના નવાબ અચૂક પણે માં વાઘેશ્વરીના દર્શન કરવા માટે આવતા હોવાના પુરાવાઓ આજે મંદિર પરિસરમાં છે.

નગર દેવી તરીકે પુજાય છે તો બીજી તરફ નવરાત્રીના નવ દિવસ દરમિયાન જૂનાગઢના નવાબ દ્વારા તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હતું. જેમાં નવાબ નો પરિવાર હાજર રહેતો હતો. આવી ધાર્મિક માન્યતા સાથે નવરાત્રી દરમિયાન માં વાઘેશ્વરીની વિશેષ પૂજા અને દર્શન થતા આવે છે. જેને લઈને મા વાઘેશ્વરી જૂનાગઢના નગરદેવી તરીકે આજે પણ પૂજાય રહ્યા છે. (Navratri 2022 in Junagadh)

ABOUT THE AUTHOR

...view details