જૂનાગઢ : જિલ્લાના વિસાવદરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લઘુમતી સમાજના યુવક વિસાવદરના એક ગામની એક યુવતીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યાની ફરિયાદ યુવતીના પરિવારે નોંધાવી હતી, પરંતુ હજુ સુધી અપહરણ કરી જનાર યુવક વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવતા સર્વ હિંદુ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં ભાજપ અને કોંગ્રેસે પણ સાથ પુરાવ્યો હતો
યુવતીના અપહરણને લઈ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પરિવારજનોએ પુત્રીને અપહરણ કરનારના કબ્જામાંથી છોડાવવાની માંગ કરી હતી. યુવતીના પરિવારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, ઘરેથી જતા પૂર્વે તેમની દીકરી 5000 કરતાં વધુની રોકડ અને સોનાના કેટલાક દાગીના લઇને આ યુવક યુવતીને ફસાવીને તેનું અપહરણ કર્યું છે.