- કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રદ્દ
- આજે મંગળવારે મંદિરમાં પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ વિધાન સાથે કરાઇ ઉજવણી
- સતત બીજા વર્ષે ભક્તોએ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યા વગર કરી હનુમાન જયંતીની ઉજવણી
- કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે સંકટ મોચક હનુમાનજીની પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઇ રદ્દ
જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે સંકટ મોચન હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી રદ કરવાની ફરજો પડી રહી છે. ગત વર્ષે પણ આ જ સમય દરમિયાન કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં સમગ્ર દેશ જોવા મળતો હતો. આજે મંગળવારે ફરી એક વખત બીજા તબક્કામાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે ત્યારે આ વખતે પણ ભવનાથમાં આવેલા પ્રાચીન લંબે હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે આ વર્ષે સાળંગપુરમાં હનુમાન જયંતી મહોત્સવ નહિ ઉજવાય