જૂનાગઢ: ગીર પૂર્વની જામવાળા રેન્જ (Lion in Gir Jamvala Range)માં 4 સિંહ બાળ અને એક સિંહણનો અદભુત ફોટો ગીર પૂર્વ (Lion cub and a lioness In Gir)ના નાયબ વન સંરક્ષક ડૉક્ટર અંશુમન શર્માના કેમેરામાં કેદ થયો છે. એક સાથે 4 જેટલા સિંહબાળ ગીર વિસ્તારની સરહદ (Boundary of Gir area) પર બેઠેલા જોવા મળે છે અને તેની રખેવાળી સિંહણ કરતી હોય તે પ્રકારનો ફોટો કેમેરામાં કેદ કરવામાં નાયબ વન સંરક્ષક (Deputy Forest Conservator of Gir East) અંશુમન શર્માને સફળતા મળી છે.
પેટ્રોલિંગ દરમિયાન આ અદભુત તક પ્રાપ્ત થઈ
સિંહબાળ અને સિંહણને કેમેરામાં કેદ કર્યા હતા. આ પ્રકારના ફોટો વન્ય જીવસૃષ્ટિમાં કેમેરા (Gir Lion cub images)માં કંડારવાની ભાગ્યે જ તક મળતી હોય છે. આ પ્રકારની તક આજે ગીર પૂર્વના વન સંરક્ષક ડોક્ટર અંશુમન શર્માને મળી છે. ડો અંશુમન શર્મા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમને ગીર પૂર્વના જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ (Patrolling in Gir forest) દરમિયાન આ પ્રકારની અદભુત તક પ્રાપ્ત થઈ હતી, જેમાં તેમણે સમયનો જરા પણ વિચાર કર્યા વગર 4 સિંહબાળ અને સિંહણને કેમેરામાં કેદ કર્યા હતા.
આ પણ વાંચો:Bull Fight With Gir Lion: જૂનાગઢના એક ગામમા બળદે 2 સિંહોને ભગાડ્યાં વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ગીરની વન્ય જીવસૃષ્ટિનો રોમાંચકારી અનુભવ કરાવે તે પ્રકારના દ્રશ્યો
દિવાલ પર સિંહબાળ બેઠેલા જોવા મળે છે તે જંગલ વિસ્તારની હદ દર્શાવે છે. ગીરની વન્ય જીવસૃષ્ટિ રોમાંચિત કરી મૂકે તે પ્રકારના અનુભવો વિખેરતી આવી છે. આવા સમયે 4 સિંહબાળ જંગલ વિસ્તારની હદ પર બનાવવામાં આવેલા દિવાલ પર બેઠેલા જોવા મળે છે, જેની રખેવાળી માતા સિંહણ કરતી હોય એવું દ્રશ્યમાન (Gir Lion cub Photos) થાય છે. સાથે સાથે જે દિવાલ પર સિંહબાળ બેઠેલા જોવા મળે છે તે જંગલ વિસ્તારની હદ દર્શાવે છે. આનો સીધો મતલબ એ પણ થઈ શકે કે જંગલ વિસ્તારની હદની સુરક્ષા ખુદ સિંહ કરતા હોય તેવું આ ફોટો પરથી દ્રષ્ટિમાન થઈ રહ્યું છે. ગીરની જીવસૃષ્ટિ આ પ્રકારના દ્રશ્યો આપવા માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, ત્યારે અદ્ભુત કહી શકાય તેવી એક ક્ષણ ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક ડૉક્ટર અંશુમન શર્માને પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો:Corona Update In Junagadh : જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યુ