- ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હાલ તેના અંતિમ પડાવ તરફ
- પરિક્રમાર્થીઓ માટે કરવામાં આવી ભોજન પ્રસાદની વ્યવસ્થા
- પરીક્રમાર્થિઓ માટે 24 કલાક ધમધમી રહ્યો છે પ્રસાદનો સેવા યજ્ઞ
જૂનાગઢઃગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Lili Parikrama)હાલ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમાને લઈને પરિક્રમા રૂટ પર કોઈ પણ પ્રકારની ભોજન પ્રસાદ કે અન્ય વ્યવસ્થાઓ સામાજિક સંસ્થાઓ (Social organizations)અને ઉતારા મંડળ દ્વારા કરવામાં આવી ન હતી, આવી પરિસ્થિતિમાં જે પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગ પર પરિક્રમા માટે આવ્યા છે. તેને ભોજન પ્રસાદની કોઈ અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢની સામાજિક સંસ્થા(Social organization of Junagadh) અને સતાધારના મહંત વિજય દાસ બાપુ (Mahant Vijay Das Bapu of Satadhar)દ્વારા ગિરનાર તળેટીમાં ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનાર તળેટીમાં 24 કલાક સતત ભોજન પ્રસાદનો સેવાયજ્ઞ પાછલા ત્રણ દિવસથી ધમધમી રહ્યો છે.