- ગરવા ગિરનારની પાવનકારી Lili Parikrama 2021 તેના અંતિમ પડાવ તરફ
- અગિયારસે શરૂ થયેલી પરિક્રમા તેરસના દિવસે પૂર્ણ થવા તરફ વધી રહી છે આગળ
- પરિક્રમા માર્ગ પરથી પરિક્રમાર્થીઓનું ભવનાથ તળેટી તરફ આગમન
જૂનાગઢઃ ગરબા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ( Lili Parikrama 2021 ) હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. કારતક સુદ અગિયારસના દિવસે શરૂ થયેલી લીલી પરિક્રમા આજે ત્રણ દિવસ બાદ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પરિક્રમા માર્ગ પરથી પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના પરિક્રમાર્થીઓ તેમણે પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી ( Junagadh Bhavnath Temple ) તરફ આવતા જોવા મળશે. જેને લઇને ભવનાથ તળેટી પરિક્રમાર્થીઓની હાજરીથી એક વર્ષ બાદ ફરી એક વખત જીવંત બની રહી છે.
ત્રણ દિવસ બાદ મોટાભાગના પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગ પરથી પરત ફરી રહ્યાં છે ભવનાથ તળેટી