ગુજરાત

gujarat

ETV Bharat / city

Lemon Price Hike : લ્યો બોલો..! લીંબુની સુરક્ષામાં કરાયો વધારો, જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ - Increased Security of Lemons at Junagadh

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની સુરક્ષામાં (Increased Security of Lemons at Junagadh) વધારો કરવામાં આવ્યો છે. સતત વધતાં જતાં લીંબુના ભાવને કારણે (Lemon Price Hike) ચોરી થવાના ભય વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષામાં (Lemon Price in Gujarat) વધારો કરવામાં આવ્યો છે.

Lemon Price Hike : લ્યો બોલો..! લીંબુની સુરક્ષામાં કરાયો વધારો, જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ
Lemon Price Hike : લ્યો બોલો..! લીંબુની સુરક્ષામાં કરાયો વધારો, જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ

By

Published : Apr 13, 2022, 10:49 AM IST

જૂનાગઢ :લીંબુના બજાર ભાવ સતત વધી (Lemon Price Hike) રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં લીંબુની ખરીદી કરવી હવે સામાન્ય ગ્રાહકોના ગજાની બહારની ચીઝ માનવામાં આવી રહી છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં લીંબુનો ભાવ 250 થી લઈને 280 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. ત્યારે સતત કીમતી અને ઘરેણાં સમાન બની રહેલા લીંબુની સુરક્ષાને લઇને હવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ વધારે સજાગ અને સતર્ક બની રહ્યા છે. સતત મોંઘા (Lemon Price Rise) થઈ રહેલા લીંબુ પર કોઇ તસ્કરો નજર ન બગાડે છે તેને લઈને વિશેષ સુરક્ષા ઇંતજામ હાથ ધરાયો છે.

જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ

આ પણ વાંચો :Lemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો

લીંબુ પર ત્રીજી આંખ -ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી લોકોએ માત્ર રોકડ રકમ, ઘરેણાં જેવી ચોરીની વાતો સાંભળવા મળતી હતી. પરંતુ હવે તો લીંબૂની ચોરી લઈને સુરક્ષામાં વધારો કરવો પડ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં લીંબુની (Lemon Price in Gujarat) સતત ચોકીદારી અને પહેરો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત બહારથી આવતા લીંબુ મોટેભાગે માર્કેટિંગ યાર્ડમાં રાત્રિનાં 12 થી 1 વાગ્યાના સમયે આવી જતા હોય છે. આવી પરિસ્થિતીમાં આખી રાત લીંબુની સુરક્ષાને લઇને વેપારીઓ (Increased Security of Lemons at Junagadh) પોતાની રીતે આયોજન કરી રહ્યા છે.

આ પણ વાંચો :Lemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

લીંબુ પર CCTV- મજૂરોને રખાય છે ખડે પગે -જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના લીંબુના વેપારી લીંબુની સુરક્ષાને લઇને વિશેષ આયોજન સાથે સજાગ બની રહ્યા છે. દરેક વેપારી પેઢીમાં CCTVકેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે રાત્રીના સમયે અન્ય રાજયોમાંથી લીંબુનું આગમન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થતું હોય છે. ત્યારે લીંબુ પર સતત માણસો ચોકીદારી કરે તે માટેનું આયોજન યાર્ડના વેપારીઓ કરી રહ્યા છે. સતત મોંઘા બની રહેલા લીંબુની સુરક્ષા ત્રીજી આંખની સાથે ચપરાસી પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લીંબુના સતત વધી રહેલા બજાર ભાવને કારણે વેપારી પેઢીને લીંબુની સુરક્ષા (Lemon at Junagadh Marketing Yard) વધારો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details