ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ... - જરૂરિયાત મંદ લોકોને રોટલીની સેવા

છેલ્લા 26 દિવસથી જૂનાગઢની મહિલાઓ સતત અને અવિરત સેવા યજ્ઞ કરી રહી છે, અહીંથી જરૂરિયાત મંદ લોકોને રોટલીની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ
કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

By

Published : May 1, 2020, 5:12 PM IST

જૂનાગઢઃ કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢની કેટલીક મહિલાઓ છેલ્લા 26 દિવસથી ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ પ્રજ્વલિત કરી રહી છે, મહિલા મંડળની 20 જેટલી બહેનો દરરોજ હજાર કરતાં વધુ રોટલી બનાવીને જૂનાગઢ શહેર અને આસપાસમાં સેવા કરતી સામાજિક સંગઠનોને અર્પણ કરીને લોકોને જઠરાગ્નિ કરવાનો અનુકરણીય પ્રયાસ કરી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. પાછલા 36 દિવસથી જૂનાગઢ શહેરમાં પણ ચુસ્ત પણે લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગરીબ મજૂર અને રોજનું કમાઈને રોજ ખાનારા વર્ગ પર ખૂબ મોટી વિપરિત અસરો પડી રહી હતી. ત્યારે આવા પરિવારોના રસોડાના ચુલાઓ ધીમે-ધીમે બંધ થતાં જોવા મળ્યા હતા. જેની ચિંતા કરીને જૂનાગઢની મહિલા મંડળે આવા પરિવારના ઘર સુધી ભોજન પ્રસાદ પહોંચતો થાય તે માટે છેલ્લા 26 દિવસથી સતત અને અવિરત આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા મંડળની 20 જેટલી બહેનો સ્વેચ્છાએ હાજરી આપીને આ સેવા યજ્ઞમાં તેમનાથી યથાશક્તિ બનતી આહુતિ પણ આપી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

મહિલા મંડળની બહેનો દરરોજ સવારે એક જગ્યા પર એકત્ર થઇને અંદાજિત હજાર જેટલી રોટલીઓ બનાવવાના કામમાં લાગી જાય છે, જેમાં ઘઉંના લોટ બળતણ અને ચોખ્ખા ઘીની સાથે તેલ પણ આ મહિલાઓ પોતાના સ્વખર્ચે લાવી રહી છે. યજ્ઞની શરૂઆતના દિવસોમાં દરેક મહિલાઓ તેમના ઘરેથી તૈયાર રોટલી લાવીને સામાજિક સંસ્થાઓને આપતી હતી, પરંતુ જે પ્રકારે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતા હવે તેને પહોંચી વળવા માટે તમામ મહિલાઓએ એક સ્થળે બેસીને જેટલી રોટલીની જરૂરિયાત હોય તે મુજબ તૈયાર કરી આપવાની તૈયારી દર્શાવી અને દૈનિક ધોરણે એક હજાર કરતાં વધુ રોટલી બનાવીને સામાજિક સંસ્થાઓને અર્પણ કરી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

સૌરાષ્ટ્રમાં કહેવત છે કે, જ્યા ટુકડો ત્યાં હરિ ઢુકડો બસ ટુકડાનો સાદ પડ્યો એટલે આ મહિલા મંડળને માત્ર હરિની યાદ આવી અને શરૂ થયો. એક સેવા યજ્ઞ આ યજ્ઞમાં જઠરાગ્નિને ઠારવાની આહુતિ છેલ્લા 26 દિવસથી સતત આપવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રની સાચી ઓળખ પણ આજ છે અને તેને કારણે જ આજે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી સોરઠનો પ્રદેશ આજે પણ જોજનો દુર જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details