ગુજરાત

gujarat

ETV Bharat / city

Lapse in junagadh Vaccination Certificate : બે કિસ્સામાં સામે આવી તંત્રની બેદરકારી, વિશ્વસનીયતા પર સવાલ - જૂનાગઢમાં રસીકરણમાં ભૂલ

કોરોનાવાયરસને હરાવવા મચી પડેલું જૂનાગઢનું આરોગ્યતંત્ર ભૂલભર્યાં પ્રમાણપત્ર આપી રહ્યું છે. જૂનાગઢમાં આવા બે કિસ્સા (Lapse in junagadh Vaccination Certificate) સામે આવતાં રસીકરણની વિશ્વસનીયતા (Covid19 Vaccination 2022) પર સવાલ પેદા થઇ રહ્યાં છે.

Lapse in junagadh Vaccination Certificate : બે કિસ્સામાં સામે આવી તંત્રની બેદરકારી, વિશ્વસનીયતા પર સવાલ
Lapse in junagadh Vaccination Certificate : બે કિસ્સામાં સામે આવી તંત્રની બેદરકારી, વિશ્વસનીયતા પર સવાલ

By

Published : Jan 17, 2022, 3:18 PM IST

જૂનાગઢઃ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાનમાં ગોલમાલ ચાલતી હોય તે પ્રકારના પ્રમાણપત્રો (Lapse in junagadh Vaccination Certificate)સામે આવ્યા છે. જૂનાગઢના ખોડુભાઈ જોશી અને અમરેલીના તેમજ વર્તમાન સમયમાં જુનાગઢ રહેતા રમાબેન ચૌહાણ નામની મૃત વ્યક્તિને કોરોના રસીકરણથી સુરક્ષિત કરાયા હોવાનુંં પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે.

બીજો ડોઝ હજુ સુધી લીધો નથી તેમ છતાં બીજા ડોઝનું પ્રમાણપત્ર મળી ગયું

રસીકરણના બે કિસ્સામાં સામે આવી ભૂલ

જૂનાગઢના ખોડુભાઈ જોશીએ હજુ બીજો ડોઝ લીધો નથી તેમજ રમાબેન ચૌહાણનું મોત 29 સપ્ટેમ્બર 2021ના રોજ થયું છે, જેને 2જી નવેમ્બર 2021ના દિવસે રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે તેવા પ્રમાણપત્રો મોકલી આપવામાં આવ્યા છે. જૂનાગઢના યુવાન ખોડુભાઈ જોશીને 13 જાન્યુઆરી 2022 ના દિવસે રસીના બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવ્યું છે. ખોડુભાઈ જોશીએ હજુ સુધી બીજો ડોઝ લીધો ન હોવા છતાં તેમને આ પ્રમાણપત્ર (Lapse in junagadh Vaccination Certificate) મળ્યું છે જેની સામે તેઓ સવાલો ઉભા કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખોડુભાઈ જોશીએ 24 જુલાઈ 2021માં કોરોના રસીનો પ્રથમ ડોઝ જ લીધો હતો પરંતુ બીજો ડોઝ હજુ સુધી લીધો નથી તેમ છતાં બીજા ડોઝનું પ્રમાણપત્ર (Covid19 Vaccination 2022) મળી ગયું છે.

અમરેલીની મૃત મહિલાને પણ આરોગ્ય વિભાગે આપી દીધો રસીનો બીજો ડોઝ

મૂળ અમરેલીના અને હાલ જૂનાગઢ રહેતાં રમાબહેન ચૌહાણના કિસ્સામાં પણ ગોલમાલ સામે આવી છે. વર્ષ 2021માં 18મી ઓગસ્ટના દિવસે રમાબેન ચૌહાણે રસીનો પહેલો ડોઝ લીધો હતો. ત્યાર બાદ તેમને 2 નવેમ્બર 2021 ના દિવસે રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે તેવું આરોગ્ય વિભાગનું પ્રમાણપત્ર (Lapse in junagadh Vaccination Certificate) તેમના પુત્રને પ્રાપ્ત થયું હતું. પ્રમાણપત્ર આવતા જ મૃત રમાબેન ચૌહાણની પુત્ર વિજયભાઈ ચોંકી ઉઠ્યા હતાં. રમાબેનનું મોત 29/ 9/ 2021 ના દિવસે થઈ ચૂક્યું હતું ત્યારે તેમને 2જી નવેમ્બર 2021 ના દિવસે રસીકરણનો બીજો ડોઝ કઈ રીતે આરોગ્ય વિભાગે આપ્યો તેને લઈને તેઓ ખૂબ જ વ્યથિત જોવા મળતાં હતાં. આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યાં હતાં. તેઓ હાલ તેના સામાજિક કામ પ્રસંગે બહારગામ છે એટલે રૂબરૂ મુલાકાત આપી શક્યા નથી, પરંતુ આરોગ્ય વિભાગની (Covid19 Vaccination 2022) આ ગંભીર બેદરકારી સામે તેવો ભારે હૈયે રોષ વ્યક્ત કરી રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Child Vaccination : રસીકરણના પહેલા જ દિવસે બેદરકારી, બે ભાઈઓને લગાવવામાં આવી ખોટી રસી

સમગ્ર મામલાને લઇને ડો. જીતેન્દ્રએ આપી ટેલિફોનિક માહિતી

સમગ્ર મામલાને લઈને જૂનાગઢમાં કામ કરી રહેલા ડો. જીતેન્દ્રએ ટેલિફોનિક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ભૂલચૂક ઓનલાઈન ડેટા એન્ટ્રીને કારણે થઈ શકે છે. કોઇ માનવીય અક્ષમ્ય ભૂલને કારણે આ પ્રકારના પ્રમાણપત્રો જેતે વ્યક્તિને પ્રમાણિત થઈ ચૂક્યા હશે, પરંતુ કોઈ વ્યક્તિએ જો તેમને બીજો ડોઝ ન લીધો હોય તેમ છતાં તેમને પ્રમાણ પત્ર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હોય તેવી વ્યક્તિ બીજો ડોઝ લેવો હોય તો તેમને આપવા માટે તેઓ આજે પણ તૈયાર છે. પરંતુ આ પ્રકારના કિસ્સામાં સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે રસીની કિંમત સાથે રસીકરણ અભિયાન પાછળ જે સરકારી ખર્ચ લાગી રહ્યો છે તેનું ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. જૂનાગઢ અને અમરેલીનો એકમાત્ર કિસ્સો (Lapse in junagadh Vaccination Certificate) સામે આવ્યો છે પરંતુ સમગ્ર દેશમાં આવા અનેક કિસ્સાઓ બન્યા હશે તેનો વિચાર કરીએ તો કરોડો રૂપિયાના પ્રજાના પૈસાનો વ્યય આ પ્રકારની માનવીય ભૂલને કારણે થઈ રહ્યો છે જે રસીકરણ અભિયાન (Covid19 Vaccination 2022) પર સવાલો પણ ઊભા કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુના સરકારી આંકડામાં ગોટાળા

ABOUT THE AUTHOR

...view details