જૂનાગઢ કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર યાત્રા જુનાગઢમાં કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર યાત્રા ( Chalo Congress ke saath Maa ke dwar yatra ) રાજકોટથી શરૂ થઈને સીદસર મુકામે પૂર્ણ થવાની છે. જે યાત્રા આજે જૂનાગઢ ખાતે આવી પહોંચતા તેનું કોંગ્રેસી કાર્યકરોએ ભારે ઉમળકાથી સ્વાગત કર્યું હતું. યાત્રાની આગેવાની કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ લલિત કગથરા (Lalit Kagathra )એ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પાછલા 27 વર્ષથી રાજ્યમાં કુશાસન ચાલી રહ્યું છે. ત્યારે નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમિયાન મા ખોડીયાર અને ઉમિયાના ચરણોમાં આસુરી શક્તિનો નાશ થાય તે માટે કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે. માતાજી સમક્ષ આસુરી શક્તિનો નાશ કરવા માટે કોંગ્રેસને મા ઉમા અને ખોડલ શક્તિ પ્રદાન કરે તે માટેની પ્રાર્થના ખોડલધામ અને સિદસરમાં કરવામાં આવી હતી.
કોંગ્રેસ યાત્રામાં આવેલા લલિત વસોયાએ આપ્યું નિવેદન, કોંગ્રેસનો સૈનિક છું અને કામ પાર્ટી માટે જ કરીશ
કોંગ્રેસ દ્વારા આજે રાજકોટથી શરૂ થઈને વીરપુર ખોડલધામ ગાઠીલા અને સિદસર મુકામે પૂર્ણ થતી કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર યાત્રા ( Chalo Congress ke saath Maa ke dwar yatra ) આજે જૂનાગઢ આવી પહોંચી હતી. યાત્રાની આગેવાની ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ લલિત કગથરાએ (Lalit Kagathra ) લીધી હતી. તેમણે જૂનાગઢમાં ભાજપ પર પ્રહારો કરીને મા જગદંબા અસુરોનો નાશ કરે તે માટે આ યાત્રાનુ આયોજન થયું છે તેવો પ્રતિભાવ ( Lalit Vasoya Statement in Junagadh ) આપ્યો હતો.
વધુમાં લલિત કગથરાએ (Lalit Kagathra )ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુંડા અને અસામાજિક તત્વો ભાજપમાં ઠાસી ઠાંસીને ભરેલા છે ગુંડાઓનું પ્રતિનિધિત્વ કરતા ભાજપને આગામી ચૂંટણીમાં પ્રજા તેને પાઠ ભણાવશે.
કોંગ્રેસનો સૈનિક છું અને પક્ષનું કામ કરીશલલિત વસોયા કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વારયાત્રામાં( Chalo Congress ke saath Maa ke dwar yatra ) ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ( Lalit Vasoya Statement in Junagadh ) જણાવ્યું હતું કે પાછલા ઘણા સમયથી તેમના હિત શત્રુના રૂપમાં કામ કરી રહેલા કેટલાક મિત્રો લલિત વસોયા ભાજપમાં જોડાશે આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે. તેની પાછળનો ધ્યેય માત્ર ધારાસભ્ય તરીકે લલિત વસોયાની ઉપસ્થિતિ સમગ્ર મત વિસ્તારમાં છે તેને નુકસાન કરવાના ઈરાદા સાથે આવા લોકો તેમના વિરુદ્ધ આ પ્રચાર કરી રહ્યા છે. પરંતુ લલિત વસોયા આજે પણ પક્ષનો શિસ્તબધ્ધ સૈનિક છે. પક્ષ માટે આગામી સમયમાં પણ લલિત વસોયા કામ કરતા જોવા મળશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો અને ભાજપમાં જોડાવાની જે તમામ શક્યતાઓ અને અહેવાલો ચાલી રહ્યા છે તેને પાયાથી નકારીને કોંગ્રેસના શિસ્તબધ્ધ કાર્યકર તરીકે આગામી ચૂંટણીમાં કામ કરશે તેવું નિવેદન આપ્યું હતું.