જૂનાગઢઃ રાજ્યની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા સૂચવેલા માસ્ક નહીં પહેરવાના કિસ્સામાં 1,000 રૂપિયાના દંડની જે જોગવાઈ કરવામાં આવી છે, તેને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે. મંગળવારે કેશોદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત 4 વ્યક્તિઓની માસ્ક નહીં પહેરવા તેમજ જાહેરનામાના ભંગ કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી.
કેશોદ યુથ કોંગ્રેસના પ્રમુખે માસ્કનો વિરોધ કર્યો, પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કરી ધરપકડ - કેશોદ યુથ કોંગ્રેસની ધરપકડ
મંગળવારે કેશોદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય 4 લોકોએ માસ્ક નહીં પહેરવાના કિસ્સામાં 1,000 રૂપિયાના દંડની જોગવાઇનો વિરોધ કર્યો હતો. જેથી કેશોદ પોલીસે પ્રમુખ સહિત અન્ય 4 વ્યક્તિની માસ્ક નહીં પહેરવા તેમજ જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફરજિયાત માસ્ક અને તેના પર લેવામાં આવતો દંડ ગત કેટલાક સમયથી વિવાદમાં સપડાયો છે. પ્રથમ રાજ્ય સરકાર દ્વારા 500 રૂપિયાનો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારે વિરોધ થતાં અંતે સરકારે આ દંડ 200 રૂપિયા સુધી મર્યાદિત કરી નાખ્યો હતો. ત્યારબાદ રાજ્યની ઉચ્ચતમ ન્યાયાલયે આ દંડની રકમ 1,000 રૂપિયા સુધી કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જેથી ઉચ્ચતમ ન્યાયાલયના આદેશને ધ્યાનમાં રાખી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ પાસેથી 1,000 રૂપિયાનો દંડ લેવામાં આવી રહ્યો છે.