જૂનાગઢ- આવતી કાલે ફળોની રાણી કેસર કેરીની તાલાળામાં (Talala Mango Market)જાહેર હરાજીની (Kesar Mango auction Start in Junagadh) શરૂઆત થશે. આવતી કાલથી કેસર કેરીની જાહેર હરાજીની શરૂઆત થવા જઇ રહી છે તાલાળા મેંગો માર્કેટમાં વિધિવત બપોરના બે વાગ્યા બાદ કેસર કેરીની જાહેર હરાજી શરૂ થવા જઈ રહી છે. સામાન્ય વર્ષોમાં દર વર્ષે 22 મી એપ્રિલના દિવસે કેસર કેરીની હરાજી શરુ થતી હોય છે, પરંતુ આ વર્ષે એક અઠવાડિયા બાદ 26મી એપ્રિલના દિવસે કેસર કેરીની જાહેર હરાજી (junagadh kesar mango auction 2022 ) હાથ ધરાશે.
આ વર્ષે સીઝનના દિવસ ઓછા રહેશે -ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝનના દિવસો ખૂબ ઓછા માનવામાં આવે છે. તેની પાછળ વાતાવરણની પ્રતિકૂળતા અને કેરીના પાકના ખૂબ જ ઓછા ઉતારાને કારણભૂત માનવામાં આવી રહ્યો છે. તમામ વિપરીત પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ આવતી કાલથી તાલાલા માર્કેટિંગ યાર્ડ (Talala Mango Market) કેસર કેરીની જાહેર હરાજીથી એક વર્ષ બાદ ફરી (Kesar Mango auction Start in Junagadh)ધમધમતું જોવા મળશે.
આ પણ વાંચોઃ Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત