ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢની વિદ્યાર્થિની કવિશા રાજાએ એસએસસી બોર્ડમાં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઈલ - જૂનાગઢ એસએસસી પરિણામ

ગત માર્ચ મહિનામાં એસએસસી બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા યોજવામાં આવી હતી જેનું આજે પરિણામ જાહેર કરાયું છે. જૂનાગઢની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી કવિશા રાજાએ સમગ્ર શિક્ષણ બોર્ડમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવીને સમગ્ર જૂનાગઢ જિલ્લા માટે ગૌરવની ક્ષણ અપાવી હતી.

જૂનાગઢની વિદ્યાર્થિની કવિશા રાજાએ એસએસસી બોર્ડમાં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઈલ
જૂનાગઢની વિદ્યાર્થિની કવિશા રાજાએ એસએસસી બોર્ડમાં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઈલ

By

Published : Jun 9, 2020, 2:26 PM IST

જૂનાગઢ: સરસ્વતી વિદ્યાલયની કવિશા રાજાએ જૂનાગઢ જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે. મહત્વનું છે કે પરીક્ષા દરમિયાન ગણિતના પેપરમાં મોટાભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અને કેટલાક શિક્ષકોએ તો પેપરને ખૂબ જ કઠિન અને દસમાં ધોરણના વિદ્યાર્થીઓની ક્ષમતા બહારનું પણ ગણાવ્યું હતું જેમાં કવિશા રાજાએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યાં છે.

જૂનાગઢની વિદ્યાર્થિની કવિશા રાજાએ એસએસસી બોર્ડમાં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઈલ
છેલ્લાં કેટલાક વર્ષોથી જૂનાગઢ શહેર અને જિલ્લાનુંનામ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. હાલમાં જ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં પણ જૂનાગઢના એક વિદ્યાર્થીએ 99.95 પર્સન્ટાઈલ મેળવીને વિજ્ઞાન પ્રવાહમાં જૂનાગઢને બહુમાન અપાવ્યું હતું ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ કવિશા રાજાએ ધોરણ 10માં 99 પર્સન્ટાઈલ મેળવીને જૂનાગઢનું બહુમાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details