- પ્રતિકાત્મક લીલી પરિક્રમાના (Lili Parikrama) કારણે નાના અને મધ્યમ રોજગારી મેળવતા કારીગરો રોજગારીને લઈને બન્યા ચિંતિત
- છેલ્લા કેટલાય વર્ષોથી રાજસ્થાની કલાકારો ભવનાથમાં આયોજિત મેળામાંથી મેળવી રહ્યા હતા વર્ષભરની રોજગારી
- પરિક્રમાર્થીઓની ઓછી સંખ્યાના કારણે ઢોલકના વેપારીઓએ 100 રૂપિયાનો ઢોલક 60 રૂપિયામાં વેચવો પડે છે
જૂનાગઢઃ દર વર્ષે જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમામાં (Lili Parikrama મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોડાતા હોય છે, પરંતુ આ વખતે માત્ર પ્રતિકાત્મકરૂપે પરિક્રમા યોજાતી હોવાથી પરિક્રમાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તો આની અસર વેપારીઓ પર પણ જોવા મળી છે. આવી જ રીતે દયનીય સ્થિતિ બની છે રાજસ્થાનથી આવેલા ઢોલકના વેપારીઓની. આ વેપારીઓ દર વર્ષે અહીં પરિક્રમા દરમિયાન સારી આવક મેળવતા હોય છે, પરંતુ આ વખતે તેમની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આ સાથે જ વેપારીઓ જે ઢોલ 100 રૂપિયામાં વેચતા હતા. તે હવે 60થી 70 રૂપિયામાં વેચવાનો વારો આવ્યો છે.
વેપારીઓને મહાશિવરાત્રિ અને પરિક્રમાના મેળામાં સારી આવક થતી હતી
આ વર્ષે મેળાને લઈને નાના વેપારીઓમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમાના મેળામાં ઢોલક વેચવા આવતા રાજસ્થાની કારીગરો પરિક્રમાર્થીઓને પાંખી હાજરીના કારણે ચિંતિત જોવા મળી રહ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષથી ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રિ (Mahashivratri) અને પરિક્રમાના મેળાને (Parikrama Fair) લઈને પરંપરાગત કારીગરો મેળામાં રાજસ્થાની ઢોલક વેચવા આવતા હોય છે અને વર્ષભરની કમાણી જૂનાગઢમાં આયોજિત 2 મેળાઓ દરમિયાન કરતા હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓની ખૂબ પાખી સંખ્યાને કારણે રાજસ્થાની કારીગરો પોતાની રોજીરોટીને લઈને ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો-ભરૂચઃ નવરાત્રીમાં કોરોનાનું ગ્રહણ લાગતાં વાજિંત્રોના વેપારીઓની હાલત કફોડી બની