ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના ધરતીપુત્રો પાક વિમાથી વંચીત - Gujarat

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ઘોડાદર ગામના ખેડુતોને પાક વિમામાં એકને ગોળ અને એકને ખોળ જેવી પરિસ્થિતી જોવા મળી હતી. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ઘોડાદર ગામના ખેડૂતને વિમા કંપની જાણે લોલીપોપ આપતી હોય ખેડૂતોની માંગ છે કે તેમને તેના પાક વિમાની રકમ તાત્કાલિક મળે.

ધરતીપુત્રો પાક વિમાથી વંચીત

By

Published : Apr 5, 2019, 1:53 PM IST

માંગરોળ તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોને પાક વિમો ચૂકવણી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે ત્યારે માંગરોળ તાલુકામાં ઘણા એવા ગામો પણ આવેલા છે કે જયાં પાક વિમો મળ્યો જ નથી ત્યારે ખેડૂતો પાક વિમાને લઇને નારાજ થયા છે.

ધરતીપુત્રો પાક વિમાથી વંચીત

સરકાર દ્વારા ઘોડાદર ગામને 80.77 ટકા પાક વિમને મંજુરી આપવામાં આવી હતી. પરંતુ એક ખેડૂતને 4.20 હેકટર જમીનનો માત્ર 71 હજાર 658 રૂપીયા જ વિમાની ચૂકવણી કરવામાં આવી છે જેથી આ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. બેંક તેમજ સરકાર અને વિમા કંપનીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતા પણ કોઇ પ્રકારના પગલા ન લેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details