ગુજરાત

gujarat

ETV Bharat / city

હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાં વાતાવરણ ચોખ્ખું બન્યું - હળવા ઝાપટા

છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળતું હતું, જેને કારણે દિવસ દરમિયાન ધીમીધારે સતત વરસાદ જોવા મળતો હતો. આવી પરિસ્થિતિમાં લોકો પણ અકળાઈ ઉઠયા હતા. ત્યારે મંગળવારના રોજ જૂનાગઢ શહેરમાં વરસાદના એક હળવા ઝાપટાને બાદ કરતા બપોર બાદ વાતાવરણ બિલકુલ ચોખ્ખું બન્યું હતું અને જૂનાગઢના આકાશમાંથી વરસાદી વાદળોએ ધીમે ધીમે વિદાય લીધી હતી.

હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાં વાતાવરણ ચોખ્ખું બન્યું
હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાં વાતાવરણ ચોખ્ખું બન્યું

By

Published : Sep 15, 2020, 11:45 PM IST

જૂનાગઢઃ શહેરમાં મંગળવારે વરસાદે વિદાય લીધી હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું, જૂનાગઢ શહેરમાં વરસાદનુ એક હળવ ઝાપટા બાદ ક્રમશઃ વાતાવરણ સ્પષ્ટ અને ચોખ્ખું થતું જોવા મળ્યું હતું. બપોર બાદ શહેરનું વાતાવરણ બિલકુલ સ્પષ્ટ થતું જોવા મળ્યું હતું અને ત્યારબાદ વરસાદે પણ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો હતો.

હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાં વાતાવરણ ચોખ્ખું બન્યું

જો કે, મંગળવારના રોજ વરસાદના એક હળવા ઝાપટા બાદ જૂનાગઢ શહેરમાંથી વરસાદે વિદાય લીધી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાદળોથી ઘેરાયેલું જૂનાગઢ શહેર અને તેની આસપાસનુ આકાશ મંગળવારના રોજ બિલકુલ સ્પષ્ટ બનતું જોવા મળ્યું છે. બપોર બાદ વરસાદી વાદળોએ ધીરે-ધીરે વિદાય લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હતા, ત્યારે એવું કહી શકીએ કે જૂનાગઢમાંથી વરસાદે હાલ પૂરતી વિદાય લીધી છે.

ABOUT THE AUTHOR

...view details