- આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ સિવાય અન્ય વેપાર-ધંધા બંધ રાખવાનો કરાયો છે નિર્ણય
- આગામી 5 મે સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે કર્યો છે નિર્ણય
- સવારથી જ વેપારીઓ બંધમાં જોડાઈને સરકારના એલાનને બનાવી રહ્યા છે સફળ
જૂનાગઢઃ રાજ્ય સરકારે કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે એક નવો નિર્ણય કર્યો છે. જેમાં આજે 28 એપ્રિલથી 5 મે સુધી રાજ્યના કેટલાક શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને જૂનાગઢના વેપારીઓએ સમર્થન આપ્યું છે. આજે બુધવારથી જૂનાગઢ શહેરની હાર્દ સમી માંગનાથ બજાર, એમ.જી.રોડ, ઝાંઝરડા રોડ સહિતની જગ્યાઓ પર તમામ દુકાનો અને મોલ બંધ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો- IMPACT: જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ એન્ટિજન કીટની અછતને ધારાસભ્યનું સમર્થન, સંખ્યા વધારવા માગ