જુનાગઢ:ભાવનગર રેલવે મંડળ (Bhavnagar railway mandal ) દ્વારા જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર મુસાફરો તેમની રીતે ટિકિટ મેળવી શકે તે માટેના ટિકીટ વેન્ડિંગ મશીન (Junagadh Ticket Vending Machine) મુકવામાં આવ્યા છે. પ્રારંભિક અને અજમાયશી તબક્કામાં જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર આ પ્રકારના મશીનો રાખવામાં આવ્યા છે. જેમાંથી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલા 100 રૂપિયાના મૂલ્યનું કાર્ડ પ્રવાસીઓએ ખરીદવાનું રહેશે. જેમાંથી પ્રવાસી 50 રૂપિયા ડિપોઝીટને બાદ કરતા બાકીના રહેતા રૂપિયામાંથી રેલવેમાં મુસાફરી કરવાને લઇને પોતાની ટિકિટ આ મશીન દ્વારા મેળવી શકે તેને લઈને વ્યવસ્થાઓ ભાવનગર રેલવે મંડળ દ્વારા જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. આ મશીન (Ticket booking machine at Junagadh)મૂકવાથી રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પર ટ્રેનના સમયે ટિકિટ લેવા માટે થતી પડાપડી અને ભીડમાંથી લોકોને મુક્તિ મળશે, તેવું રેલવે વિભાગ માની રહ્યું છે.
50 રૂપિયાની ડિપોઝીટને લઈ રેલવેના પ્રવાસીઓમાં રોષ