જૂનાગઢ:કોરોના વાઈરસને લઈને લોકો અને વિદ્યાર્થીઓમાં સાચી સમજ અને જનજાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે જૂનાગઢના મહિલા અધ્યાપિકાએ સોશિયલ મીડિયામાં સાવચેતી અને સલામતી અંગેનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં વિવિધ પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને કોરોના અંગે સાચી માહિતી મળે અને લોકો અફવાઓથી દુર થાય તે માટેનો એક ઉત્તમ અને સરાહનીય પ્રયાસ કર્યો છે.
જૂનાગઢની અધ્યાપિકાએ કોરોના અંગે જાગૃતિ લાવવા શરૂ કર્યુ ઓનલાઈન કેમ્પેઈન હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી સૌ કોઈને ભયના માહોલમાં જીવી રહ્યાં છે ત્યારે ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઈરસના અજગરી ભરડા ને લઈને સૌ કોઈ ચિંતિત બન્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અને જે તે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ કોરોના વાઇરસને લઈને લોકોને સાચી સમજણ મળે તેવા હેતુ માટે ઘણા કાર્યક્રમો શરૂ કરાયા છે. જેમાં જૂનાગઢના મહિલા અધ્યાપિકાએ લોકોને કોરોના વાઇરસ અંગે સાચી સમજણ મળે અને તમામ લોકો અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર થાય તેવા ઉદ્દેશ્ય સાથે સોશિયલ મીડિયામાં પ્રશ્નોત્તરીના ભાગરૂપે અભિયાન શરૂ કર્યું છે.
જૂનાગઢની અધ્યાપિકાએ કોરોના અંગે જાગૃતિ લાવવા શરૂ કર્યુ ઓનલાઈન કેમ્પેઈન જૂનાગઢની કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં અધ્યાપિકા તરીકે ભાવનાબેન ઠુંમર કામ કરી રહ્યા છે. કોરોના વાઈરસ જે પ્રકારે હાહાકાર મચાવી રહ્યો છે તેની પાછળ પાછળ કેટલીક અફવાઓ અને ગેરમાન્યતાઓ પણ પ્રબળ બની રહી છે. જેથી કોલેજમાં માનસ વિજ્ઞાન સાથે વિદ્યાર્થીઓને ભણાવતા ભાવનાબેન ઠુંમરે લોકો કોરોના વાઈરસ પ્રત્યે સાચી સમજણ મેળવે અને અફવા તેમજ ગેરમાન્યતાઓથી પોતાની જાતને દૂર રાખે તેવો અનુકરણીય પ્રયાસ કર્યો છે
જૂનાગઢની અધ્યાપિકાએ કોરોના અંગે જાગૃતિ લાવવા શરૂ કર્યુ ઓનલાઈન કેમ્પેઈન ભાવનાબેન ઠુમરે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ કરીને કોરોના વાઈરસ શું છે તેમજ લોકોને શું તકેદારી રાખવી જોઇએ તેવી દસ જેટલા પ્રશ્નોત્તરીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં એક કોરોના સાવચેતી અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમના પતિ પણ તેમને સહયોગ આપી રહ્યા છે.
આ અભિયાન શરૂ થયાના કલાકોમાં જ લોકોનો ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સામાન્ય શહેરીજનોની સાથે વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નોત્તરીના રૂપમાં જે સાવચેતી અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે અને તેમાં ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.