ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ ST વિભાગનું આગોતરુ આયોજન, અનેક રૂટનું એડવાન્સ બુકિંગ ફુલ - એસટી વિભાગનું આયોજન

દિવાળીનો તહેવાર (Diwali Festival) આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના વતને પણ જશે અને આ માટે સૌથી સલામત ST બસ (ST Bus)નો ભરપુર ઉપયોગ થશે. તહેવારોના સમયે લોકોને મુશ્કેલી ન પડે અને સરળતાથી તેઓ પોતાના સ્થળે પહોંચી શકે તે માટે ST વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે જૂનાગઢ (Junagadh) ST વિભાગે આગોતરુ આયોજન કરવાની સાથે એક્સ્ટ્રા સંચાલનથી લઈને ઓનલાઈન બુકિંગ (Online Booking)ની 24 કલાકની વ્યવસ્થા ઊભી કરી છે.

દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ ST વિભાગનું આગોતરુ આયોજન
દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ ST વિભાગનું આગોતરુ આયોજન

By

Published : Oct 21, 2021, 4:54 PM IST

  • દિવાળીના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ ST વિભાગનું આયોજન
  • જૂનાગઢ ડિવિઝન નીચે આવતા ડેપોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરાશે
  • અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાત તરફના મોટાભાગના રૂટ એડવાન્સ બુકિંગમાં ફુલ

જૂનાગઢ: આગામી દિવાળીના તહેવાર (Diwali Festival)ને લઈને જૂનાગઢ ST વિભાગે (Junagadh ST Division) આગોતરુ આયોજન કરવાની સાથે એક્સ્ટ્રા સંચાલનથી લઈને ઓનલાઈન બુકિંગ (Online Ticket Booking)ની 24 કલાકની વ્યવસ્થા ઊભી કરીને તહેવારો દરમિયાન અન્ય સ્થળે તેમજ પોતાના વતનમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે આયોજન કર્યું છે. જૂનાગઢથી લાંબા રૂટની અમદાવાદ (Ahmedabad), વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાત તરફના મોટા ભાગના STના રૂટ આગામી દિવાળીના તહેવારને લઈને એડવાન્સ બુકિંગમાં ફુલ થયા છે.

24 કલાક ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા શરૂ

આગામી દિવાળીના તહેવારને લઈને જુનાગઢ ST વિભાગે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે આગોતરું આયોજન કર્યું છે. જૂનાગઢ ST ડેપો નીચે આવતા જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને સોમનાથ ST ડેપોમાં 24 કલાક ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આગામી 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી જૂનાગઢ ST ડિવિઝન નીચે આવતા ST ડેપોમાંથી બસનું સંચાલન પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

405 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવાનો નિર્ણય

જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને સોમનાથ ડેપોમાંથી સાંજે 04:00થી લઇને રાત્રીના 10:00 કલાક સુધી બસોનું સંચાલન કરવામાં આવશે. પ્રત્યેક દિવસે 45 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસ દરમિયાન જૂનાગઢ ડિવિઝન નીચે આવતા ડેપોમાંથી 405 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવાનો નિર્ણય ST વિભાગ જૂનાગઢે કર્યો છે.

તહેવારોના સમયમાં મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગનું આયોજન

જૂનાગઢ ST ડિવિઝનમાં બસોના સંચાલનની વ્યવસ્થા સંભાળતા આર.ડી પિલવાઇકરે સમગ્ર આયોજન અંગે Etv ભારતને માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ ડિવિઝન નીચે આવતા પોરબંદર, જૂનાગઢ વેરાવળ અને સોમનાથ ST ડેપોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, પાલીતાણા, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતમાં એક્સ્ટ્રા બસોનુ સંચાલન તહેવારોના સમયમાં જૂનાગઢ ST વિભાગે કર્યું છે. આ સમય દરમિયાન જૂનાગઢ ડિવિઝન દ્વારા અંદાજિત 180 જેટલી ST બસના ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકીના અમદાવાદ, સુરત, વડોદરા અને મધ્ય ગુજરાત તરફ જતી મોટાભાગની બસોનું એડવાન્સ બુકિંગ તહેવારોના સમય દરમિયાન ફુલ થઈ ગયેલું જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝની ઉજવણી, ગીરનાર રોપ-વે આપશે આટલા લોકોને ફ્રી મુસાફરી

આ પણ વાંચો: સાસણમાં સિંહ દર્શન માટે આવતા ફોટોગ્રાફરો માટે વિશેષ વ્યવસ્થા, જીપ્સીના આગળના કાચ દૂર કરવાનો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details