ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ ST વિભાગે શરુ કરી ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા

જૂનાગઢ ST વિભાગે વિભાગીય કચેરીમાં ઓનલાઇન બુકિંગની બીજી વ્યવસ્થા શરૂ કરી છે. 11 માર્ચથી શરૂ થયેલી આ નવી બુકિંગ ઓફિસમાં પ્રત્યેક દિવસે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ સાત હજાર રૂપિયાનું બુકિંગ ઓનલાઇન બુકિંગ સેન્ટર પરથી થયું છે.

જુનાગઢ
જુનાગઢ

By

Published : Mar 23, 2021, 8:07 PM IST

  • જૂનાગઢ ST વિભાગની કચેરી બીજી ઓનલાઇન બુકિંગ સેવાનો પ્રારંભ
  • વિભાગીય કચેરીમાં બુકિંગ સેન્ટર શરૂ થતાં પ્રવાસીને મળી વધુ સુવિધા
  • ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 7,000 રૂપિયાની થઈ આવક

જૂનાગઢ: ST વિભાગને વિભાગીય કચેરીમાં ઓનલાઈન બુકિંગ અને સિઝન પાસની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે. અગિયાર માર્ચથી શરૂ થયેલી આ વ્યવસ્થામાં પ્રત્યેક દિવસે પાંચસો રૂપિયાથી લઈને વધુમાં વધુ સાત હજાર રૂપિયાની આવક ST વિભાગને ઓનલાઇન બુકિંગ મારફત થાય છે.

વિભાગીય કચેરીમાં ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા શરૂ

આ પણ વાંચો:જૂનાગઢ એસટી બસ શરૂ થવાની શક્યતાઓ નહિવત

નવી વ્યવસ્થાથી એસટી તંત્રને આવક થશે

જૂનાગઢ ST ડેપોમાં ઓનલાઇન બુકિંગ અને પાસ ધારકો માટેની વ્યવસ્થા વર્ષોથી કાર્યરત છે, ત્યારે નવી વ્યવસ્થાથી ST તંત્રને આવક થશે તો બીજી તરફ મોતીબાગ અને તેની આસપાસના પ્રવાસીઓને વધુ એક જગ્યા પર STનું ઓનલાઈન બુકિંગ મેળવવાની સુવિધા પણ પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો:જામજોધપુર ડેપોની બસના મહિલા કંડક્ટર 40 પ્રવાસીઓની ટિકિટના પૈસા ઓળવી ગયા

ABOUT THE AUTHOR

...view details