ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢઃ છેલ્લા શ્રાવણીયા સોમવારે કરો સ્ફટિક શિવલિંગના દર્શન, જુઓ વીડિયો - Sphatik shivling in Shravan

શિવોના દરેક રૂપના દર્શન ધર્મગ્રંથોમાં પુણ્યશાળી માનવામાં આવ્યાં છે. જે પૈકી આજે ઈ ટીવી ભારત સ્ફટિકના શિવલિંગના અંતિમ સોમવારે દર્શન કરાવી રહ્યું છે.

sphatik shivling
જૂનાગઢ

By

Published : Aug 17, 2020, 12:06 PM IST

  • શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ
  • બરફના પહાડોમાંથી મળી આવતો હોવાને કારણેે બરફના પથ્થર તરીકે પણ ઓળખાય
  • સ્ફટિકનો ઉપરત્નોમાં સમાવેશ

જૂનાગઢ: શ્રાવણ માસ હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે શિવ ભકતો દ્વારા શિવ પૂજા પણ ભારે ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે. હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. આજે આપણે દર્શન કરીએ સ્ફટિક શિવલિંગના અને જાણીએ તેમની પૂજા કરવાથી તેવા શુભ ફળો પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં શિવની પૂજા આદિ અનાદિકાળથી થતી આવી રહી છે. જે આજે પણ જોવા મળી રહી છે.

જૂનાગઢમાં શ્રાવણના અંતિમ સોમવારે સ્ફટિક શિવલિંગના કરો દર્શન

દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે ભક્તો ચાતક નજરે રાહ જોતા હોય છે, ત્યારે શ્રાવણ માસમાં શિવ ભક્તોમાં શિવ પૂજાને લઈને અનેરી ખુશી જોવા મળે છે. શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરીને ભક્તો અનેરો આનંદ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે સ્ફટિક શિવલીંગની પૂજા કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થતા હોય છે. સ્ફટિકને હીરાનું ઉપરત્ન પણ માનવામાં આવે છે. તે બરફના પહાડોમાંથી મળી આવતો હોવાને કારણે તેને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જૂનાગઢમાં શ્રાવણના અંતિમ સોમવારે સ્ફટિક શિવલિંગના કરો દર્શન

તેમજ સ્ફટિકનો ઉપરત્નોમાં સમાવેશ થાય છે અને તે મણિ હોવાને કારણે તેમાં અનેક દેવતાઓનો વાસ હોવાથી તેની પૂજા કરવામાં આવે તો તેના અનેક શુભ ફળો પ્રાપ્ત થતા હોય છે. આવા સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડતી નથી. જેથી તેના પૂજનનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.

જૂનાગઢમાં શ્રાવણના અંતિમ સોમવારે સ્ફટિક શિવલિંગના કરો દર્શન

ભગવાન શ્રી રામ દ્વારા વનવાસ કાળ દરમિયાન રામેશ્વર નજીક શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. તે શિવલિંગ પણ સ્ફટિકનું બનેલું હોવાની માન્યતા હિન્દુ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે. સ્ફટિકના શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી દેવાધિદેવ મહાદેવ તુરંત પ્રસન્ન થાય છે અને ભક્તો દ્વારા કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતાઓને લઈને શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ આજે પણ જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details