ગુજરાત

gujarat

ETV Bharat / city

World Senior Citizen Day: જૂનાગઢના રેસ્ટોરેન્ટ સંચાલકે સિનીયર સિટીઝનને આપ્યું 15 થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ - Patel Restaurant

8 મી ઓગસ્ટના દિવસે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. સિનિયર સિટીઝનનું યોગદાન અને પ્રત્યેક પરિવારમાં સિનિયર સિટિઝનના માન સન્માન જળવાઇ રહે અને તેની ઉપયોગિતાને લઈને આજના દિવસની ઉજવણી થતી હોય છે. જૂનાગઢની પટેલ રેસ્ટોરેન્ટના સંચાલકે સિનીયર સિટીઝન દિવસે ભોજન માટે આવતા પ્રત્યેક સિનિયર સિટીઝનને પુષ્પો દ્વારા સ્વાગત કરીને આજના દિવસે 15 ટકાથી લઇને 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરી હતી.

World Senior Citizen Day
World Senior Citizen Day

By

Published : Aug 8, 2021, 4:29 PM IST

  • જૂનાગઢના રેસ્ટોરન્ટ સંચાલકે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની કરી અનોખી ઉજવણી
  • રેસ્ટોરન્ટમાં ભોજન માટે આવતા પ્રત્યેક સિનિયર સિટીઝનનું પુષ્પગુચ્છથી કર્યું સ્વાગત
  • સિનિયર સિટીઝનને 15 થી લઈને 20 ટકા સુધીના ડિસ્કાઉન્ટ આપીને કરી વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ સિનિયર સિટીઝન દિવસ મનાવી રહ્યું છે. પ્રત્યેક પરિવાર અને ઘરમાં રહેલા સિનિયર સિટિઝન (Senior Citizen) ના માન સન્માન આદર અને તેમનું યોગદાન સતત નવી પેઢી સુધી પહોંચી રહે તે માટે સિનીયર સિટીઝન દિવસ (World Senior Citizen Day) ની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે રવિવારે જૂનાગઢની પટેલ રેસ્ટોરન્ટ (Patel Restaurant) ના સંચાલકે સિનિયર સિટીઝન દિવસના ઉપક્રમે ભોજન માટે આવતા પ્રત્યેક સિનિયર સિટીઝન (Senior Citizen) માટે ખાસ ડિસ્કાઉન્ટ (Discount) ની જાહેરાત કરીને આજના સિનિયર સિટીઝન દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

જૂનાગઢના રેસ્ટોરેન્ટ સંચાલકે સિનીયર સિટીઝનને આપ્યું 15 થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો : ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

સિનિયર સિટિઝનને ભોજન બીલમાં 15થી 20 ટકાની રાહત

પટેલ રેસ્ટોરેન્ટ (Patel Restaurant) ના સંચાલક શાંતિ પટેલ સિનિયર સિટીઝન દિવસ (World Senior Citizen Day) ની ઉજવણીને લઈને Etv Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવાઓને લઈને મોટાભાગનાં દિવસોની ઉજવણી થતી હોય છે પરંતુ સિનિયર સિટીઝનને માન સન્માન અને આદર મળે તે માટે આજના દિવસની ઉજવણી કરતા તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને તેમના રેસ્ટોરન્ટમાં ભોજન માટે આવતા પ્રત્યેક સિનિયર સિટીઝનનું પુષ્પ દ્વારા સ્વાગત કરીને તેમને સિનિયર સિટીઝન દિવસની શુભકામનાઓ સાથે પ્રત્યેક સિનિયર સિટીઝનને 15 ટકાથી લઈને 20 ટકા સુધી ભોજન બીલમાં ડિસ્કાઉન્ટ (Discount) આપીને ખુબ સરાહનીય કહી શકાય તે પ્રકારે અનોખી રીતે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરી છે.

જૂનાગઢના રેસ્ટોરેન્ટ સંચાલકે સિનીયર સિટીઝનને આપ્યું 15 થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો : જૂનાગઢના સાંસદે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરવા અમિત શાહને કરી રજૂઆત

ABOUT THE AUTHOR

...view details