- દિવાળીના તહેવારની જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરીને કરી શરૂઆત
- વહેલી સવારથી જૂનાગઢ વાસીઓ મહાલક્ષ્મીના દર્શન માટે ઉમટી પડ્યા
- દિવાળીના પાવન પર્વે મહાલક્ષ્મીના દર્શન માટે વિશેષ સંખ્યામાં મહિલાઓ જોવા મળી
જૂનાગઢ: આજે દિવાળીનો પાવન પર્વ છે. આજના દિવસે જૂનાગઢ (Junagadh) વાસીઓએ 500 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક મહાલક્ષ્મી (Mahalakshmi) મંદિરના દર્શન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ દિવાળીના દિવસે જૂનાગઢવાસીઓ મહાલક્ષ્મીના દર્શન કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે. આજે વહેલી સવારે જ મહાલક્ષ્મી મંદિરે લક્ષ્મીજીના દર્શન કરીને તેમના આશીર્વાદ સદાય તેમના પરિવાર અને કુટુંબીજનો પર બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો