જૂનાગઢઆજે 17 સપ્ટેમ્બર 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ(PM Modi Birthday ) દેશમાં ઠેક ઠેકાણે અલગ અલગ રીતે ઉજવાય રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સોમનાથ મંદિર ટ્રસ્ટ (Somnath Temple Trust) દ્વારા પણ ઉજવવામાં આવી રહ્યો છે આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો (Religious programs at Somnath temple) થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ધાર્મિક ઉજવણી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ (Somnath Trust Officers) અને મહાદેવના દર્શનને આવતા ભાવિકો જોડાઈ રહ્યા છે.
આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની ધાર્મિક ઉજવણી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સોમનાથ મંદિરમાં ઉજવાયોસોમનાથ ટ્રસ્ટના ચેરમેન (Somnath Trust Chairman ) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 72 મો જન્મદિવસ છે જેને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉજવણી સમગ્ર દિવસ દરમ્યાન કરવાનું આયોજન કરાયું છે .આજે સોમનાથ મહાદેવ સમક્ષ ટ્રસ્ટના અધિકારીઓ અને મંદિરના પંડિતોની હાજરીમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સોમેશ્વર મહાપૂજાકરીને નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ધાર્મિક ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ઉજવવામાં આવી રહ્યો છે સોમેશ્વર મહાપૂજાથી થઈ જન્મદિવસની ઉજવણીઆજે વહેલી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે (Religious Celeberation for long live Narendra Modi) સોમેશ્વર મહાપૂજામાં (Somnath Mahadev Mahapuja) ભાગ લીધો હતો ત્યારબાદ ટ્રસ્ટના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ એ સોમનાથ સમુદ્ર તટ પર વિશિષ્ટ સફાઈ અભિયાન (Somnath sea shore Cleaning campaign) હાથ ધરાયું હતું.
જૂનાગઢમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ધાર્મિક રીતે ઉજવવામાં આવ્યો હતો. વિશેષ બ્રહ્મ ભોજનનું આયોજન વધુમાં આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ઉપલક્ષમાં ટ્રસ્ટ દ્વારા વિશેષ બ્રહ્મ ભોજનનું પણ આયોજન (Special Brahm Bhojan by Somnath Mandir Trust) કરાયું હતું. જેમાં સોમનાથના પંડિતોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સોમનાથ આવતા કલાકારો દ્વારા નરેન્દ્ર મોદીના પેન્સિલ સ્કેચ (Narendra Modi Pencil Sketch) તૈયાર કર્યા હતા. જેનું આજે પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું હતું. તેને જોઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો પણ અભિભૂત થયા હતા.
ધાર્મિક રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીઆજે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક રીતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. રાત્રિના સમયે વિશે શણગાર અને મહા આરતીનું આયોજન પણ સોમનાથ મહાદેવ સમક્ષ કરવામાં આવ્યું છે.