- જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એકથી લઇને દોઢ ઇંચ સુધીનો વરસાદ
- જિલ્લાના માંગરોળ, માળીયા અને કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં થયો વરસાદ
- વરસાદની ઘટ વચ્ચે થયેલો વરસાદ ખેડૂતો માટે ઉપયોગી
જૂનાગઢ:17 જુલાઈએગ્રામ્ય વિસ્તારોમાં એકથી લઇને દોઢ ઇંચ સુધીનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થયો છે. વરસાદ પડવાને કારણે ચોમાસુ પાક તરીકે મૂરઝાતી મોલાતને થોડો આશરો થઈ ગયો છે. ઘણા સમયથી જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં થવાને કારણે જગતનો તાત પણ ખૂબ જ વિસામણમાં મુકાયેલો જોવા મળતો હતો. ત્યારે આજે પડેલા વરસાદને કારણે મોલતને નવજીવન મળી શકે છે, તો સાથે સાથે ઘણા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહેલા ધરતીપુત્રોમાં પણ નવી આશાનો સંચાર થયો છે.
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન
ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ખરા સમયે વરસાદનું આગમન
ચોમાસુ પાકોની વાવણી ભીમ અગિયારસના દિવસે જૂનાગઢ જિલ્લામાં થતી આવી છે. આ સમયે પણ શુકન અનુસાર વાવણી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતાં જગતનો તાત ચિંતિત બન્યો હતો. અષાઢી બીજ પણ વરસાદ માટે ખુબ જ સારી માનવામાં આવે છે, આવા સમયે પણ વરસાદ નહીં પડવાને કારણે જગતનો તાત પોતાના જીવ સમા કૃષિપાકોને લઇને ચિંતિત બનતો જોવા મળ્યો હતો. તેમ છતાં વરસાદ ખેંચાતા ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યો હતો. તે સમયે પાછલા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે અને આજે જિલ્લાના માંગરોળ માણાવદર માળીયા અને કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં એકથી લઇને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડયો છે.