ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના પ્રોફેસરોની નવી પહેલ, નિમ્નકક્ષાના ચલચિત્રો પર રોક લગાવવા કરી માગ - જૂનાગઢના તાજા સમાચાર

જૂનાગઢ: હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના પર સમગ્ર દેશમાં ફિટકાર વરસી રહ્યો હતો. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર કરતા સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ પોલીસના કદમને બિરદાવ્યું છે. સાથે જ દુષ્કર્મ પાછળનું કારણ, માધ્યમો, જાતિય આવેગ અને ઉત્તેજના વધારે તે પ્રકારના ચલચિત્રોથી લઈ જે સાહિત્ય બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેને પણ વખોડીને આવા સાહિત્ય અને ચલચિત્રો પર તાકીદે બંધ કરવાની માગ સાહિત્યના પ્રોફેસરો દ્વારા કરવામાં આવી છે.

Junagadh professors praised Hyderabad police
જૂનાગઢના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસની પ્રસંસા કરી

By

Published : Dec 7, 2019, 8:04 AM IST

તેલંગાણાના હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેને લઈને સૌ કોઈ ચિંતિત હતા. ત્યારે શુક્રવારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સામેલ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. જેથી સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસના કદમની પ્રસંસા કરી છે.

જૂનાગઢના પ્રોફેસરોએ હૈદરાબાદ પોલીસની પ્રસંસા કરી

જાતીય દુષ્કર્મની ઘટનાને બનવા પાછળ સમાજશાસ્ત્રના પ્રોફેસરોએ માધ્યમોને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે ચલચિત્રોથી લઈ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પીરસવામાં આવતું નિમ્ન કક્ષાનું સાહિત્ય આજે આ દેશની પ્રાચીન સંસ્કૃતિને નુકસાન કરી રહ્યું છે. સાથે જ દાવો કર્યો કે, જો આવું સાહિત્ય દૂર રાખવામાં આવે તો ભારતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ પર અંકુશ લાગી જશે.

ABOUT THE AUTHOR

...view details