ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ પોલીસે બિસ્કિટ અને ખાદ્ય ચીજોની ચોરી કરતા બે વ્યક્તિને ઝડપી પાડયા - Junagadh police nabbed two persons for stealing biscuits and food items

કોરોનાના કહેર વચ્ચે ચોરી, લૂંટની ઘટના પણ વધુ સામે આવી રહી છે. પોલીસે શહેરના ખાડીયા વિસ્તારમાંથી બે ચોરને બિસ્કીટ, હેર ઓઈલ અને ખાદ્ય ચીજોની ચોરી કરવાના ગુનામાં પકડી પાડયા હતા. પકડાયેલા બન્ને પાસેથી 16 હજાર કરતાં વધુનો ચોરી કરાયેલો બિસ્કિટ અને ખાદ્ય ચીજોનો માલ પણ પરત મેળવવામાં સફળતા મળી હતી.

જૂનાગઢ પોલીસે બિસ્કિટ અને ખાદ્ય ચીજોની ચોરી કરતા બે વ્યક્તિને ઝડપી પાડયા
જૂનાગઢ પોલીસે બિસ્કિટ અને ખાદ્ય ચીજોની ચોરી કરતા બે વ્યક્તિને ઝડપી પાડયા

By

Published : May 30, 2021, 2:23 PM IST

  • શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી થઈ હતી ચોરી
  • પોલીસે આરોપીઓ પાસેથી સોળ હજાર કરતા વધુ ના મુદ્દામાલની કર્યો જપ્ત
  • જૂનાગઢના ખાડીયા વિસ્તારમાંથી ચોર ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા

જૂનાગઢઃ પોલીસે બિસ્કીટ, માથામાં નાખવાનું તેલની ચોરી કરનાર બે શ્ખ્સને પકડી પાડવામાં સફળતા મેળવી છે. 25મેના રોજ શહેરના ખાડીયા વિસ્તારમાં આવેલા બિસ્કિટ અને ખાદ્ય ચીજો રાખવાના ગોડાઉનમાંથી ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઇને જૂનાગઢ પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં જુનાગઢ પોલીસને સફળતા મળી હતી અને બે આરોપીને પકડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃવરાછા પોલીસની કાર્યવાહીઃ હીરાના કારખાનાના માલિકો સાથે ઠગાઈ કરતો ઈસમ ઝડપાયો

બિસ્કિટ અને ખાદ્ય ચીજોની ચોરીને લઈને પોલીસ પણ અચંબિત

ખાદ્યચીજો અને બિસ્કીટની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ પણ અચંબિત બની ગઈ હતી. પરંતુ ચોરી જેવી ઘટનાને હળવાશથી લેવી તે પણ ખૂબ ચિંતા ઉપજાવે તેવી બાબત હતી. ત્યારે જૂનાગઢ પોલીસે ગોડાઉનની આસપાસ જોવા મળતા સીસીટીવી કેમેરાને આધીન તપાસ કરતા ખાડીયા વિસ્તારના જ સમીર અને કુણાલ નામના બે વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા.

જૂનાગઢ પોલીસે બિસ્કિટ અને ખાદ્ય ચીજોની ચોરી કરતા બે વ્યક્તિને ઝડપી પાડયા

આ પણ વાંચોઃઅમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ

આરોપીની અટકાયત કરી A-ડિવિઝન પોલીસ મથકે સોંપી દેવાયા

આ ઘટનાને લઇને પોલીસે બન્ને વ્યક્તિના ઘરે જઈને તપાસ કરતા ચોરી કરવામાં આવેલા બિસ્કિટ અને ખાદ્ય ચીજોનો જથ્થો પોલીસને પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ બન્ને આરોપીની અટકાયત કરીને A-ડિવિઝન પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની વધુ તપાસ આગામી દિવસોમાં A-ડિવિઝન પોલીસ કરતી જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details