- જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા, ચોરીના આરોપીને પકડી પાડ્યો
- પકડાયેલા ચોર પાસેથી 3 લાખ કરતા વધુની રોકડ અને દાગીનાનો મુદ્દામાલ કરાયો જપ્ત
- જૂનાગઢ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢ: માંગનાથ રોડ વણઝારી ચોક અને કડીયાવાડ વિસ્તારમાં અલગ-અલગ 5 કરતાં વધુ ચોરીને અંજામ આપનારા અશોક મેરવાડા નામના ચોરને ઝડપી પાડયો છે. તેમની પાસેથી 3 લાખ કરતા વધુની રોકડ અને ચોરી કરવામાં આવેલા દાગીના સહિત 7 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપીની રિમાન્ડ મેળવીને આ ઈસમે વધુ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
જુનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 5 કરતાં વધુ ઘરફોડ ચોરીને અંજામ આપનાર જૂનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા અશોક મેરવાડા નામના ચોરની અટકાયત કરી છે. પોલીસે CCTVને આધારે એક ચોરની અટકાયત કરી છે. પકડાયેલા આરોપી પાસેથી 3 લાખ કરતા વધુની રોકડ સહિત ચોરી કરેલા દાગીના મળીને કુલ 7 લાખ કરતાં વધુનો મુદ્દામાલ પણ જૂનાગઢ પોલીસે જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે તેને 3 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે. જેને લઇને આગામી દિવસોમાં હજૂ પણ કેટલાક ચોરીના ગુનાઓ ખુલે તેવી શક્યતાઓ જૂનાગઢ પોલીસ વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢ પોલીસને મળી સફળતા, બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ