ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ પોલીસે પૂર્વ મેયરના પુત્રની હત્યામાં વધુ 5 આરોપીની કરી ધરપકડ - 5 આરોપી ઝડપાયા

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની ગત બીજી જૂનના દિવસે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન વધુ 5 આરોપીને ઝડપી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે

જૂનાગઢ પોલીસે પૂર્વ મેયરના પુત્રની હત્યામાં વધુ 5 આરોપીની કરી ધરપકડ
જૂનાગઢ પોલીસે પૂર્વ મેયરના પુત્રની હત્યામાં વધુ 5 આરોપીની કરી ધરપકડ

By

Published : Jun 16, 2021, 10:58 PM IST

  • પૂર્વ મેયરના પુત્રની હત્યા કેસમાં વધુ 5 આરોપીઓ ઝડપાયા
  • ગત 2 જૂનના દિવસે ધર્મેશ પરમારની કરવામાં આવી હતી હત્યા
  • પકડાયેલા આરોપીની પૂછપરછમાં મળી હતી વિગત



જૂનાગઢ: શહેરના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના યુવાન પુત્ર ધર્મેશ પરમારની ગત બીજી જૂનના દિવસે રામનિવાસ નજીક કેટલાક શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા નિપજાવી કાઢેલી હતી. મુખ્ય આરોપી સંજય ઉર્ફે બાડિયો સહિત 6 જેટલા આરોપીની 5 તારીખના રોજ અટકાયત કરી હતી. જેની આકરી પૂછપરછ કરતાં મંગળવારે વધુ 5 જેટલા આરોપીઓ કે જે ધર્મેશ પરમારની હત્યાનું કાવતરું રચવામાં જોડાયેલા હતાં તેમના અંગે માહિતી મળતા, પોલીસે તમામ 5 આરોપીની ધરપકડ કરીને જૂનાગઢમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટેમાં રજૂ કર્યા હતાં.

હત્યાનું કાવતરું ભવનાથ તળેટીમાં રચાયું હતું

પોલીસે હત્યાના આરોપીની પૂછપરછ દરમિયાન વધુ કેટલાંક ખુલાસાઓ થયા છે જેમાં પોલીસને વધુ સફળતા મળતાં 2 મહિલા અને 3 પુરુષ કે જે હત્યા અને હત્યાના કાવતરામાં સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી બુધવારે ધરપકડ કરતાં સમગ્ર હત્યાકાંડનું કાવતરું જૂનાગઢના ભવનાથ તળેટીમાં રચાયું હોવાની વિગતો પણ જૂનાગઢ પોલીસને મળી છે. પોલીસે તમામ પાંચેય આરોપીને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ધર્મેશ પરમારના પરિવારજનો દ્વારા 15 કરતાં વધુ આરોપીઓને સામે ફરિયાદ દાખલ કરી હતી. જે પૈકી 11 જેટલા આરોપીઓ હાલ જૂનાગઢ પોલીસની પકડમાં છે.

આ પણ વાંચો:બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ: સાળાએ જ કરી બનેવીની હત્યા, વ્યારા પોલીસ કરશે આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details