જૂનાગઢઃ મંગળવારે જિલ્લા પોલીસને 2 ગુના ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ગત 10 વર્ષથી ફરાર અને હત્યા તેમજ 18 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પુંજા રબારીની ધરપકડ કરી છે. આ આરોપીની ધરપકડ ચોટીલા નજીકથી કરવામાં આવી છે.
જૂનાગઢ પોલીસને મળી સફળતા, એક દિવસમાં ઉકેલ્યા 2 ગુનાના ભેદ - Punja Rabari arrested
જૂનાગઢ પોલીસે મંગળવારે 2 ગુનાના ઉકેલ્યા છે. પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા અને 10 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ભિક્ષુકની હત્યા કરનારા આરોપીની પણ ધરપકડ કરી છે.
![જૂનાગઢ પોલીસને મળી સફળતા, એક દિવસમાં ઉકેલ્યા 2 ગુનાના ભેદ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8552710-thumbnail-3x2-m.jpg)
જૂનાગઢ પોલીસે એક દિવસમાં 2 ગુનાના ભેદ ઉકેલ્ચા
જૂનાગઢ પોલીસે એક દિવસમાં 2 ગુનાના ભેદ ઉકેલ્ચા
આ ઉપરાંત ગત મંગળવારે જિલ્લાના ગળુ નજીક એક ભિક્ષુકની હત્યા કરવામાં આવી હતી. જેનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ખારાસા ગામના જય ચુડાસમાની ધરપકડ કરી છે.
પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.