ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ પોલીસે પિસ્તોલ સાથે 1ની ધરપકડ કરી - crime

જૂનાગઢ પોલીસે શનિવારે 2 બનાવોમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટના એક ઈસમની દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે ધરપકડ કરી છે, જ્યારે દોલતપરા અને ઝાલોરપા વિસ્તારમાં આંકડાનો જુગાર રમતા 3 વ્યક્તિઓની 42 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ETV BHARAT
જૂનાગઢ પોલીસે પિસ્તોલ સાથે 1ની ધરપકડ કરી

By

Published : Dec 6, 2020, 5:28 PM IST

  • જૂનાગઢ પોલીસને મળી સફળતા, 2 બનાવમાં 4 ઇસમની ધરપકડ
  • રાજકોટના કિશન નામનો ઇસમ દેશી બંદૂક અને કારતૂસ સાથે ઝડપાયો
  • દોલતપરા અને ઝાલોરપા વિસ્તારમાં આંકડાનો જુગાર રમતા 3 આરોપીની ધરપકડ
  • પોલીસે 60,000 કરતા વધુનો મુદ્દામાલ, પિસ્તોલ અને કારતૂસ કર્યા

જૂનાગઢઃ જિલ્લા પોલીસને મળી હતી કે, રાજકોટનો કિશન મકવાણા નામનો ઇસમ દેશી બંદૂક સાથે જઈ રહ્યો છે. જેથી પોલીસે આ ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, એક કાર સહિત ૨૫,૦૦૦ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી બીજા ગુનામાં પણ સામેલ

આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ આરોપી વિરુદ્ધ રાજકોટ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. જેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ કયા ઇરાદા સાથે અને કોની પાસેથી ખરીદી તે અંગે તપાસ હાથ ધરી છે.

આરોપી કિશન

જૂનાગઢ શહેરમાંથી આંકડાનો જુગાર રમતા 3 આરોપીની ધરપકડ

જૂનાગઢ SOGને મળેલી પૂર્વ બાતમીને આધારે તપાસ કરતા દોલતપરા વિસ્તારમાંથી 1 વ્યક્તિ આંકડાનો જુગાર રમાડતો અને અન્ય એક વ્યક્તિ જુગાર રમતો ઝડપાયો હતો, જ્યારે અન્ય એક બનાવમાં શહેરના જાલોરપા વિસ્તારમાં એક વ્યક્તિ આંકડાનો જુગાર ઓનલાઇન રમતો ઝડપાો હતો. જેથી પોલીસે આ ત્રણેય ઇસમોને આંકડાનો જુગાર રમવા અને રમાડવાના ઇરાદા સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details