- જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમ થકી લોકોને છેતરતા આરોપીની કરી અટકાયત
- સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને આરોપી ઓનલાઇન લોકો સાથે કરતો હતો છેતરપિંડી
- મતીરાળાનો વિપુલ બોરસાણીયા અન્ય એક ગુનામાં અમદાવાદ પોલીસના કબ્જામાં હતો
- અમદાવાદથી આરોપીની કરી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબ્જો મેળવ્યો
જૂનાગઢ : પોલીસને સાયબર ક્રાઇમ સાચવતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોરબંદર આરોગ્ય વિભાગમાં લોકોને નોકરી અપાવવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતા અમરેલીના મતીરાળા ગામના વિપુલ બોરસાણિયા નામના આરોપીને જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ બ્રાન્ચ દ્વારા અમદાવાદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને જૂનાગઢ લાવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિપુલ બોરસાણિયા દ્વારા વર્તમાનપત્રોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલીક ખાલી જગ્યા પર સરકારી નોકરી અપાવવાના બહાને જાહેરાત આપી હતી. જેમાં નોકરીવાંચ્છુ યુવક અને યુવતીઓએ ઓનલાઈન એપ્લિકેશન કરીને ફીના ભાગરૂપે હજાર રૂપિયા તેના તેના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર મામલાને લઇને આરોગ્ય વિભાગ પોરબંદર દ્વારા આ પ્રકારની છેતરપિંડી ચાલી રહી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો -જૂનાગઢ પોલીસને મળી સફળતા, બે હથિયાર અને 41 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ
પકડાયેલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારના કેટલાક ગુનાઓમાં પોલીસ ચોપડે હતો વોન્ટેડ
પકડાયેલો વિપુલ બોરસાણિયા નામનો યુવાન આ જ પ્રકારે અન્ય કેટલાક સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને ક્રિએટિવ કન્સલ્ટન્ટ નામની કંપની બનાવીને અન્ય જિલ્લા અને વિસ્તારમાં વર્તમાન પત્ર દ્વારા જાહેરાત આપીને નોકરી મેળવવા માંગતા બેરોજગારને છેતરવાનું કીમિયો ઘડી રહ્યો હતો. જેમાં પણ આરોપી વિપુલ બોરસાણિયાની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરી હતી. જેની તપાસ અમદાવાદ પોલીસ કરી રહી હતી, ત્યાં પોરબંદરના બેરોજગારો સાથે થયેલી છેતરપિંડીમાં પણ મુખ્ય ભેજાબાજ અને આરોપી વિપુલ બોરસાણિયા હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તેની અટકાયત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.