જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા તમામ શાળા અને કૉલેજો 15 ઓગસ્ટ સુધી બંધ રાખવામા આવી છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ શાળા કે કૉલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી કે અન્ય કોઈ આર્થિક માગો કરવાની સરકારે ના પાડી છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં આવેલી કેટલીક શાળાઓ અને ખાનગી કૉલેજો વાલીઓ પાસેથી ફીને લઈને ઉઘરાણી કરતી હોવાના આક્ષેપો સાથે NSUI દ્વારા બુધવારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ NSUIએ ફી મુદ્દે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - શિક્ષણ અધિકારીને આવેદનપત્ર
જૂનાગઢ NSUIએ ફીને લઈને ઉઘરાણી કરતી શાળાઓની સામે આકરી કાર્યવાહી કરવાની માગ સાથે સમગ્ર સત્રની ફી માફ કરવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર સાથે NSUIએ ફીની ઉઘરાણી કરતી શાળાઓ અને કૉલેજો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
જૂનાગઢ NSUIએ ફી મુદ્દે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
આ આવેદનપત્રમાં આવી શાળા અને કૉલેજો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત NSUI દ્વારા આગામી પ્રથમ સત્રમાં જિલ્લાની તમામ શાળા અને કૉલેજોમાં સત્ર ફી સાથે તમામ પ્રકારની ફીની માફી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.