ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમોને વધુ ટિકીટ ફાળવણીની માગણી, આપ અને AIMIM ને ખંખેર્યાં - મુસ્લિમ એકતા મંચ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ એકતા મંચના પ્રદેશ કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે આજે જૂનાગઢમાં મુસ્લિમ ઉમેદવારોની માંગને લઈને અવાજ બુલંદ કર્યો છે. મુસ્લિમ એકતા મંચ મુસ્લિમ મતદારોને મહત્વ આપે તેવા ઉમેદવારોને સમર્થન આપવાની વાત કરી છે. Junagadh Muslim Ekta Manch Demands , Representation To Muslim Community In Gujarat , Gujarat Assembly Elections 2022

જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમોને વધુ ટિકીટ ફાળવણીની માગણી, આપ અને AIMIM ને ખંખેર્યાં
જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમોને વધુ ટિકીટ ફાળવણીની માગણી, આપ અને AIMIM ને ખંખેર્યાં

By

Published : Sep 14, 2022, 4:47 PM IST

જૂનાગઢગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Elections 2022 )જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ જ્ઞાતિ જાતિ સંગઠનના ઉમેદવારો માટેની દાવેદારી પ્રબળ બની છે. ત્યારે દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ વધારે તેવી માંગ થઈ રહી છે. આજે જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચના પ્રદેશ કન્વીનર ઇમ્તિયાઝ પઠાણ ( Muslim Ekta Manch convener Imtiaz Pathan )જૂનાગઢમાં જુદી વાત કરી હતી. મુસ્લિમ ધારાસભ્યોની વિધાનસભામાં સહભાગિતા વધે તે માટે તમામ રાજકીય પક્ષોને મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાની તેમણે માંગ કરી છે. ઈમ્તિયાઝ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે રાજકીય પક્ષો મુસ્લિમ સમાજ અને ખાસ કરીને 50 લાખ કરતાં વધારે મતદારોને અવગણી રહ્યાં છે તે દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મુશ્કેલી ઉભી કરશે.

મુસ્લિમ એકતા મંચ પ્રદેશ કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે મુસ્લિમ ઉમેદવારોની માગને લઈને અવાજ બુલંદ કર્યો

મુસ્લિમોને વધુ ટિકીટ ફાળવણીની માગણીજૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચના પ્રદેશ કન્વીનર ઈમ્તિયાઝ પઠાણે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 182 વિધાનસભા પર 50 લાખ જેટલા મતદારો જોવા મળે છે. કુલ વસ્તીના 10 ટકા વસ્તી મુસ્લિમ સમાજની છે. આવી પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજને પ્રત્યેક રાજકીય પક્ષ અવગણી રહ્યો છે. વર્ષો પૂર્વે ગુજરાત વિધાનસભામાં 10 જેટલા મુસ્લિમ ધારાસભ્યો સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતાં. જેમાં આજે ખૂબ ઘટાડો થયો છે.

આપમાં પણ મુસ્લિમ ઉમેદવારોને મહત્ત્વ નથી અપાતુંહાલ ત્રણ જેટલા મુસ્લિમ ધારાસભ્યો વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકશાહીમાં મુસ્લિમ સમાજનો પ્રશ્ન અને તેની સમસ્યાઓ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રજૂ કરનાર પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે. જેનીચિતા વ્યક્ત કરીને તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને પાછલી ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યો નથી તો બીજી તરફ કોંગ્રેસ પણ હવે મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ઘટાડી રહી છે. તો તાજેતરમાં જ ચૂંટણી મેદાનમાં આવેલી આમ આદમી પાર્ટી ( AAP ) પણ પ્રદેશ કક્ષાના એક પણ હોદ્દા પર મુસ્લિમ સમાજને બેસાડ્યો નથી. જેની સામે મુસ્લિમ એકતા મંચના પ્રદેશ કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

AIMIM રાજકીય પક્ષે પણ મુસ્લિમોને દોર્યા ગેરમાર્ગે એઆઈએમઆઈએમ નામના રાજકીય પક્ષે પણ ગુજરાતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. અકબરુદ્દિન ઔવેશી પર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમોના મતનો કોઈ શક્તિના ઈશારે વિઘટન કરી રહ્યા છે. જેને કારણે લઘુમતી સમાજના મતમાં ફાટા પડી રહ્યા છે. જેની સીધી અસર સત્તાધારી પક્ષને થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં મુસ્લિમ એકતા મંચ ( Junagadh Muslim Ekta Manch Demands ) આગામી ચૂંટણીમાં એઆઈએમઆઈએમ સાથે પણ ગઠબંધન નહીં કરીને સ્વતંત્ર રીતે ગુજરાતમાં મુસ્લિમ ઉમેદવારોની તરફેણ કરતા રાજકીય પક્ષો સાથે આગામી વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) માં ઝંપલાવશે. જેની તૈયારી આગામી દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે.

મુસ્લિમ મતોને એક જૂથ કરાશે મુસ્લિમ એકતા મંચના તમામ કાર્યકરો પ્રત્યેક 182 વિધાનસભા સીટ પર ફરીને મુસ્લિમ ઉમેદવાર અને મતદારોને સંગઠિત કરવાનું કામ કરશે. જે જગ્યા પર મુસ્લિમ ઉમેદવાર જીતી શકે તે જગ્યા પર તેને ઉમેદવાર બનાવવાનું ( Junagadh Muslim Ekta Manch Demands ) અને જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક બની શકે આવી વિધાનસભા સીટ પર મુસ્લિમ મતોને એક જૂથ કરીને સત્તાધારી પક્ષને કઈ રીતે હરાવી શકાય તે અંગે રણનીતિ નક્કી કરશે.

ABOUT THE AUTHOR

...view details