- કોરોના સંક્રમણની સંભવીત ત્રીજી લહેરને ધ્યાને રાખીને મનપાએ કર્યું આગવું આયોજન
- મનપા દ્વારા સંચાલિત સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠીના રીપેરીંગ અને તેના સંચાલન માટે 70 લાખની રકમની કરી ફાળવણી
- ત્રણ ભઠ્ઠીઓના રીપેરીંગ અને ત્રણ વર્ષ માટે સંચાલન પૂરતી 70 લાખની ગ્રાન્ટની ફાળવણી
જૂનાગઢ: મનપા દ્વારા સંચાલિત સોનાપુર સ્મશાનમાં આવેલા વિદ્યુત અને ગેસ આધારિત ભઠ્ઠીના રીપેરીંગ અને તેના આગામી ત્રણ વર્ષ સુધી સંચાલન માટે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 70 લાખ જેટલી રકમની ફાળવણી કરી છે. બીજી લહેરને ધ્યાને રાખીને જૂનાગઢ મનપા દ્વારા વિશેષ તૈયારીઓ ખાસ કરીને સ્મશાનમાં આવેલી વિદ્યુત અને ગેસ આધારિત ભઠ્ઠીઓ કામ કરતી થાય અને તેમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન ઊભો થાય તે માટે 70 લાખ જેટલી રકમની ફાળવણી કરી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ મનપાએ આગવું આયોજન કર્યું છે.
જૂનાગઢ મનપા દ્વારા અંદાજિત 70 લાખના ખર્ચે સ્મશાનગૃહને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ આ પણ વાંચો: કરજણમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને કરવો પડ્યો હાલાકીનો સામનો, વરસતા વરસાદમાં કરાઇ અંતિમ ક્રિયા
બીજી લહેરમાં 24 કલાક સતત ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ કામ કરતાં તેના રિપેરિંગની જરૂરિયાત ઉભી થઈ હતી
કોરોના સંક્રમણની બીજી લહેરમાં જૂનાગઢ સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત ભઠ્ઠીઓ સતત ૨૪ કલાક કાર્યરત જોવા મળતી હતી. જેને લઇને તેની કાર્યક્ષમતા કરતાં વધુ સમય માટે ઉપયોગમાં આવવાથી ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત ભઠ્ઠીઓના રીપેરીંગની જરૂરિયાત ઊભી થઈ હતી. હવે કોરોના સંક્રમણની લહેર બિલકુલ સામાન્ય બની ચૂકી છે, ત્યારે જૂનાગઢ સ્મશાનમાં સરેરાશ કરતાં પણ ઓછા લોકોના મૃતદેહો અંતિમવિધિ માટે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે વિદ્યુત અને ગેસ આધારિત ભટ્ટીના રીપેરીંગ તેમજ આગામી ત્રણ વર્ષ સુધી તેના સંચાલન માટે 70 લાખ જેટલી રકમ જૂનાગઢ મનપાએ ફાળવીને ભઠ્ઠીઓ પૂર્વવત અને કાર્યક્ષમ રીતે કામ કરી શકે તે માટેનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: સ્મશાનમાં પણ ત્રીજી લહેરની તૈયારીઓ: નવી ઈલેક્ટ્રીક ભઠ્ઠી મુકવામાં આવી, એક સમયે 17 ભઠ્ઠીઓ પણ ઓછી પડતી હતી
- આ ઉપરાંત ગાંધીનગર શહેરના સ્મશાનોની અંદર પણ કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 8 સપ્ટેમ્બરે સેક્ટર 30 ના મુક્તિધામ સ્મશાનમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઈલેક્ટ્રીક અને વુડનની ભઠ્ઠી મૂકાવવામાં આવી હતી. આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે, તેમાં ઓછા સમયમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર થાય છે. જે હેતુથી ઈલેક્ટ્રીક ભઠ્ઠી મૂકાઈ હતી.
- દેશમાં કોરોનાનો કહેર હવે ધીમે ધીમે ઓછો થતો જઈ રહ્યો છે. ત્યારે, રાજકોટના સૌથી મોટા સ્મશાનગૃહ એવા રામનાથપરા ખાતે વર્ષ 2021માં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કુલ 2220 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સામે ગત વર્ષે, 3 મહિનામાં 1120 બોડીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.