ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Municipal Corporation: વિસ્તારમાં બનવા જઇ રહેલ ઓવરબ્રિજ પર લાગી શકે છે અલીગઢ તાળુ - junagadh first overbridge

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) વિસ્તારમાં પ્રથમ ઓવરબ્રિજ રેલવે ક્રોસિંગ નંબર 81અને ફાટક નંબર 82 પર બનવા જઈ રહ્યો હતો કોર્પોરેશનના વહીવટીતંત્ર અને રાજ્ય સરકારની સાથે રેલવે વિભાગ (Railway Department) પણ પ્રથમ ઓવરબ્રિજને લઈને કામે લાગ્યા હતા. પરંતુ જૂનાગઢ જિલ્લા પંચાયતે (Junagadh District Panchayat) મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલી ડાક બંગલાની જમીન પરત લેવાનો નિર્ણય સામાન્ય સભામાં કરતા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં બનવા જઇ રહેલા પ્રથમ ઓવરબ્રીજ પર અલીગઢ તાળું લાગી શકે છે.

Junagadh Municipal Corporation: વિસ્તારમાં બનવા જઇ રહેલ ઓવરબ્રિજ પર લાગી શકે છે અલીગઢ તાળુ
Junagadh Municipal Corporation: વિસ્તારમાં બનવા જઇ રહેલ ઓવરબ્રિજ પર લાગી શકે છે અલીગઢ તાળુ

By

Published : Dec 17, 2021, 7:17 AM IST

જૂનાગઢ:જૂનાગઢ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) વિસ્તારમાં બનવા જઇ રહેલા તેના પ્રથમ ઓવરબ્રિજ પર અલીગઢી તાળુ લાગી શકે છે. જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં જૂનાગઢ મનપાને ડાક બંગલા વિસ્તારની જૂનાગઢ જિલ્લા પંચાયત (Junagadh District Panchayat) હસ્તકની જમીન આપવાના ઠરાવને રદ કરીને સર્વાનુમતે આ જમીન પરત જિલ્લા પંચાયત હસ્તક લેવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. આ જમીન પર જૂનાગઢ મનપા ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હતી, પરંતુ અચાનક જૂનાગઢ જિલ્લા પંચાયતે કોર્પોરેશનને આપેલી જમીન પરત લઈ લેતા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં બનવા જઇ રહેલા પ્રથમ ઓવરબ્રિજ પર અલીગઢ તાળું લાગી શકે છે તેવી શક્યતાનું નિર્માણ થયું છે.

Junagadh Municipal Corporation: વિસ્તારમાં બનવા જઇ રહેલ ઓવરબ્રિજ પર લાગી શકે છે અલીગઢ તાળુ

રેલ્વે સ્ટેશન નજીક ફાટક નંબર 81 પાસે આવેલી છે ડાક બંગલાની જમીન

જુનાગઢ રેલ્વે સ્ટેશનની બિલકુલ નજીક ફાટક નંબર 81 ઉપર જૂનાગઢ જિલ્લા પંચાયતની ડાક બંગલાની જમીન આવેલી છે. આ જમીનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકનું રેસ્ટ હાઉસ અત્યાર સુધી કાર્યરત હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે બિન ઉપયોગી બની રહેતા ખંડેર હાલતમાં જોવા મળતું હતું, ત્યારે આ જમીનનો ઉપયોગ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં બનવા જઇ રહેલા પ્રથમ ઓવરબ્રિજમાં થનાર હતો, પરંતુ અચાનક જૂનાગઢ જિલ્લા પંચાયતે ડાક બંગલા વિસ્તારની જમીન કોર્પોરેશનને આપવાનો ઠરાવ કર્યો હતો તેને પરત લેવાનો ઠરાવ કરીને જૂનાગઢ મનપા વિસ્તારમાં બનનાર પ્રથમ ઓવરબ્રીજ પર શંકાના વાદળો ભેરાતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજને પરિપૂર્ણ કરશે

જીલ્લા પંચાયતે ડાક બંગલાની જમીન કોર્પોરેશન પાસેથી પરત લેવાનો ઠરાવ કર્યો છે તેને લઈને જૂનાગઢ મનપાના સ્થાઈ સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાએ etv ભારત સમક્ષ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,સમગ્ર મામલાને લઈને તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે સંકલનમાં છે. સાથે સાથે રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગ જિલ્લા પંચાયત અને રેલવેના સંયુક્ત સાહસથી આ પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ વિભાગો એક સાથે સંયુક્ત રીતે સહકાર દાખવીને જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજને પરિપૂર્ણ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ મનપા અને જિલ્લા પંચાયતમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા સ્થાને

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ બંપર બહુમતી સાથે સત્તા સ્થાને બેસેલી જોવા મળે છે. જિલ્લા પંચાયત અને જૂનાગઢ મનપા ભાજપ શાસિત હોવાની સાથે કેન્દ્ર અને રાજ્યમાં પણ ભાજપની સરકાર સત્તા સ્થાને છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા પંચાયતે કોર્પોરેશનને આપેલી જમીન પરત લેવાનો ઠરાવ કરીને અહીં આવેલા ગેસ્ટ હાઉસમાં રિનોવેશન કામ પણ શરૂ કરી દીધું છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ કોર્પોરેશનનો પ્રથમ ઓવરબ્રિજ બનશે કે કેમ તેને લઈને હવે શંકાનાં વાદળો ઘેરાઈ રહ્યા છે.

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક મળી

ABOUT THE AUTHOR

...view details