- દોલતપરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં હાથ ધરાયેલી કામગીરી
- જૂનાગઢ મનપાએ વેરો નહીં ભરતા 5 ઔદ્યોગિક એકમોને માર્યુ સીલ
- આગામી દિવસોમાં સરકારી કચેરીને પણ વેરો નહીં ભરવાને કારણે સીલ થઈ શકે છે
જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશને વેરો નહીં ભરવાને કારણે 5 જેટલી મિલકતોને સીલ કરીને વેરો ભરવાનો બાકી હોવાથી આ પ્રકારની કામગીરી હાથ ધરી છે. જૂનાગઢના દોલતપરા GIDCના 5 ઔદ્યોગિક એકમોએ પાછલા નાણાકીય વર્ષનો વેરો નહીં ભરતા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં આવેલી સરકારી કચેરીઓ દ્વારા પણ આ જ પ્રકારે વેરા વસૂલાત કરવાની શક્યતાઓ થઈ રહી છે.
જૂનાગઢ મનપાએ વેરો નહીં ભરતી પાંચ મિલકતને કરી સીલ
જૂનાગઢ મનપાએ શહેરના દોલત પરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોએ ગત નાણાકીય વર્ષનો વેરો નહીં ભરવાને કારણે 5 જેટલી મિલકતને સીલ માર્યું છે. વર્ષ 2020-21નું નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે વેરો નહીં ભરનારા કેટલાક ઔદ્યોગિક એકમો સામે જૂનાગઢ મનપા વેરો લેવાને લઈને આકરી બની છે. જેને ધ્યાને રાખીને સીલ મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવાઇ રહી છે.
કાર્યવાહી હજુ પણ કેટલાક સ્થળો પર આગળ ધપાવવામાં આવશે
જૂનાગઢ મનપાના ટેક્સ વિભાગના નાયબ કમિશનર પ્રફુલ કનેરિયાએ જણાવ્યું હતું કે, કાર્યવાહી આગામી દિવસોમાં હજુ પણ કેટલાક સ્થળો પર આગળ ધપાવવામાં આવશે અને જે મિલકત ધારકોએ વેરો નહીં ભર્યો હોય તેમના વિરુદ્ધ વેરો વસૂલવાથી લઈને સીલીંગ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.