જૂનાગઢઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન 30 જેટલા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર શહેરના લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. તેને ધ્યાને લઇને જૂનાગઢ શહેરમાં આવેલી દાણાપીઠના વેપારીઓએ આજે શનિવારથી પીઠના કામકાજનો સમય સવારના 8 કલાકથી બપોરના 4 કલાક સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ પીઠમાંથી કરિયાણું અને અન્ય જીવન જરૂરી ચીજોની ખરીદી કરી શકશે. આ સાથે જ સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પાલન દરેક વ્યક્તિએ ફરજિયાત કરવાનું રહેશે.
જૂનાગઢમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
- છેલ્લા 2 દિવસમાં 44 કેસ નોંધાયા
- કોરોના સંક્રમણને ધ્યાને રાખી વેપારીઓએ તાકીદે બેઠક યોજી
- દાણાપીઠ સવારે 8થી બપોરના 4 વાગ્યા સુધી ખુલી રાખવાનો નિર્ણય લેવાયો
- આગામી નિર્ણય પરિસ્થિતિને આધિન લેવાશે દાણાપીઠ સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ખુલી રહેેશે