જૂનાગઢ: મહાશિવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે આદી અનાદીકાળથી ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળા (Junagadh Mahashivratri Mela) માં સમગ્ર દેશમાંથી શિવના સૈનિક એવા નાગા સંન્યાસી (Naga sanyashi in junagadh)ઓ અને અવધૂત માઈ મેળાનું ખાસ આકર્ષણ માનવામાં આવે છે. આ ધાર્મિક મેળા મુખ્યત્વે નાગા સંન્યાસીઓની આસપાસ કેન્દ્રિત થતા હોય છે, સાચા અર્થમાં આ નાગા સંન્યાસીઓ જ મહાશિવરાત્રિના મહાપર્વને ધર્મની સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા હોય છે. આ મેળામા જેમ નાગા સંન્યાસીઓ અને અવધૂત માઈનું મહત્વ છે તેટલું જ મહત્વ બાલ નાગા સન્યાસી (Bal Naga sanyasi)ઓ પણ ધરાવે છે.
Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ આ પણ વાંચો:India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ
અખાડાની પરંપરા મુજબ દીક્ષા
બાલ નાગા સંન્યાસીઓ પણ અખાડાની પ્રાચીન પરંપરા મુજબ દિક્ષા પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તેને અખાડામાં સામેલ કરીને બાલ નાગા સન્યાસી તરીકે માન્યતા આપવામાં આવે છે. કોઈ પણ માતા-પિતા દ્વારા તેમના પુત્રને ધર્મની રક્ષા માટે અખાડાઓમાં તેને પ્રસાદીના રૂપે આપે છે, ત્યાર બાદ બાલ નાગા સન્યાસીને અખાડાની ધાર્મિક પરંપરાઓ મુજબ દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રત્યેક બાલ નાગા સન્યાસી મહાશિવરાત્રીના મેળામાં ધુણો લગાવીને શિવ અને દત્તના સૈનીક રુપે આરાધના કરવાની મંજૂરી મળતી હોય છે.
આ પણ વાંચો:Ram Rahim Furlough over: રામ રહીમને ફરી જેલના શરણે થવું પડશે