ગુજરાત

gujarat

ETV Bharat / city

કોઠારીયાના કમા બાદ જૂનાગઢના કમાનો વિડીયો વાયરલ થયો - Navratri Garba

જૂનાગઢના કમા (Junagadh Kama Video ) તરીકે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવરાત્રી દરમિયાન થતા સ્થાનિક આયોજનમાં એક આધેડ વયના પુરુષના ગરબા ( Navratri Garba ) નો વિડિયો વાયરલ થયો છે. જેને જૂનાગઢના કમાના વિડિયો ( Kama Video ) તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે.

કોઠારીયાના કમા બાદ જૂનાગઢના કમાનો વિડીયો વાયરલ થયો
કોઠારીયાના કમા બાદ જૂનાગઢના કમાનો વિડીયો વાયરલ થયો

By

Published : Sep 30, 2022, 2:59 PM IST

જૂનાગઢનવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે કોઠારીયાનો કમો ડાયરામાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બિલકુલ કમાની માફક હવે જૂનાગઢમાં પણ જૂનાગઢના કમા (Junagadh Kama) તરીકે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવરાત્રી દરમિયાન થતા સ્થાનિક આયોજનમાં એક આધેડ વયના પુરુષ ગરબા ( Navratri Garba ) માં ઝૂમી રહ્યા છે જે વિડિયો વાયરલ થયો છે જેને લોકો પણ ખૂબ જોઈ રહ્યા છે.

આધેડ વયના પુરુષના ગરબાને કમાના ગરબા તરીકે જોવામાં આવી રહ્યાં છે

કમાનો વિડીયોકોઠારીયાના કમાની માફક જૂનાગઢના કમા (Junagadh Kama) નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલા એક સ્થાનિક ગરબી મંડળમાં આધેડ વયના પુરુષ એકમાત્ર ગરબા ( Navratri Garba ) કરી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પ્રકારે કમાનો વિડીયો ( Kama Video ) ડાયરામાં વાયરલ થઈ રહ્યો છે તે જ પ્રકારે હવે જૂનાગઢના કમાનો વિડીયોપણ નવરાત્રિના સમયમાં વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોને લોકો ખૂબ જ જોઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details