ગુજરાત

gujarat

ETV Bharat / city

JivanSathi Pasandagi Melo : ઢળતી ઉંમરે વડીલોએ નહીં ગુજારવું પડે એકલવાયું જીવન - જૂનાગઢ જીવનસાથી મેળો

અમદાવાદની એક સંસ્થા દ્વારા સોમનાથમાં 50 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરુષો માટે જીવનસાથી પસંદગી મેળાનું (JivanSathi Pasandagi Melo) આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 250 કરતાં વધુ મહિલા અને પુરુષોએ ભાગ લઈને પોતાની પસંદગીના પાત્રોને શોધવાની કવાયત હાથ ધરી હતી.

JivanSathi Pasandagi Melo : ઢળતી ઉંમરે વડીલોએ નહીં ગુજારવું પડે એકલવાયું જીવન
JivanSathi Pasandagi Melo : ઢળતી ઉંમરે વડીલોએ નહીં ગુજારવું પડે એકલવાયું જીવન

By

Published : May 30, 2022, 9:56 AM IST

અમદાવાદ :એકલવાયું જીવન જીવવું કેટલું અઘરું છે. તે તો બધા જાણે જ છે. ત્યારે હવે 50 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરુષોનું એકલાપણું દૂર કરવા અમદાવાદની અનુબંધ સંસ્થાએ (Ahmedabad Anubandha Sanstha) નવો પ્રયોગ હાથ ધર્યો છે. આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી 50 વર્ષ કે તેથી વધુ વયની મહિલા અને પુરુષો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરતી રહી છે.

મહિલા-પુરુષ માટે યોજાયો જીવનસાથી પસંદગી મેળો

વડીલો માટે યોજાયો પસંદગી મેળો - તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર કક્ષાના જીવનસાથી પસંદગી મેળાનું (Junagadh JivanSathi Pasandagi Melo) આયોજન સોમનાથ ખાતે થયું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાંથી 250 કરતાં વધુ મહિલા અને પુરુષોએ પસંદગી મેળામાં ભાગ લઈને પોતાને અનુકૂળ જીવન સાથીને પસંદગી કરવાની કવાયત હાથ ધરી હતી. મહિલા અને પુરુષ કે જે જીવન સાથીની શોધ કરી રહ્યા છે. તેઓ આ પસંદગી મેળામાં એકબીજાને મળશે અને આગામી દિવસોમાં જીવનસાથી તરીકે કઈ રીતે જીવી શકાય તેના પર ખૂબ ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરીને એકમેકના જીવનસાથી બનવાનો પ્રયાસ કરશે.

મહિલા-પુરુષ માટે યોજાયો જીવનસાથી પસંદગી મેળો

આ પણ વાંચો :જૂનાગઢમાં દિવ્યાંગ યુવક અને યુવતીનો રાજ્યકક્ષાનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

પાશ્ચાત્ય સંસ્કૃતિનું દબાણ પરિવારને કરી રહ્યું છે ધ્વંસ -મહિલા અને પુરુષોએ પસંદગી મેળાના મહત્વ અંગે જણાવ્યું હતું કે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું ખૂબ દબાણ થઈ રહ્યું છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ (JivanSathi Pasandagi Melo) માનવામાં આવતી ભારતની પરિવાર ભાવનાને ધ્વંસ કરી રહી છે. જે સમયે માતા-પિતાને તેના સંતાન કે પ્રપોત્રની ખૂબ જ જરૂર હોય છે. આવા સમયે સંતાનો માતા પિતાને તરછોડી તેમને સાચા અને ખરા મુશ્કેલીના સમયમાં એકલા છોડી દેતા હોય છે. આવા સમયે એકલતાની સાથે માનસિક તાણમાં મહિલા અને પુરુષ કે જેનું જીવન અંતિમ દિવસો તરફ આગળ વધી રહી હોય છે તે ખૂબ મુશ્કેલીમાં જોવા મળે છે, ત્યારે આવા પસંદગી મેળા થકી એકલા રહેતા મહિલા અને પુરુષને જીવનના અંતિમ સમયમાં જીવન સાથી મેળવવાની તક પૂરી પાડે છે.

આ પણ વાંચો :વર્લ્ડ એઇડ્સ ડે: જાણો કેવી રીતે બે HIV પોઝિટિવ દર્દીઓ બન્યા એકબીજાના જીવનસાથી..

અનુબંધ સંસ્થાનો અનુકરણીય પ્રયાસ -છેલ્લાઘણા વર્ષોથી અનુબંધ સંસ્થાઆ પ્રકારના (Life Partner Choice Fair) પસંદગી મેળાનું આયોજન કરતી આવી છે. જેમાં મુખ્યત્વે 50 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરુષ માટે જીવનસાથી પસંદગી કરવાની તક પૂરી પાડવામાં આવે છે. આ પસંદગી મેળામાં વિધુર વિધવા ત્યકતા છૂટાછેડાકે લગ્ન નહીં કરનાર પ્રત્યેક પુરૂષ અને મહિલાને યોગ્ય જીવનસાથી પસંદ કરવાની તક મળી રહી છે. આજે પસંદગી મેળામાં 250 કરતાં વધુ મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો. જે એકબીજાના પરિચયમાં આવ્યા બાદ બંને મહિલા અને પુરુષ એકમેકના જીવનસાથી (JivanSathi Pasandagi Melo) બનવાને લઈને કોઈ અંતિમ નિર્ણય આગામી દિવસોમાં કરતા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details