- જૂનાગઢ ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરાઈ માગ
- 16/10/ 2019ના દિવસે પણ આવેદનપત્ર મારફતે ખેડૂત રક્ષક સમિતિએ કરી હતી રાષ્ટ્રપતિ શાસનની માગ
- રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને આરોગ્યની કથળતી જતી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માગ
- જૂનાગઢ જિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગને ફરી એક વખત દોહરાવાઈ
જૂનાગઢઃજિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા રાજ્યમાં આરોગ્ય કાયદો-વ્યવસ્થાની સતત કથળતી જતી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ તેવી માગ સતત બીજા વર્ષે કરી છે. જૂનાગઢ જિલ્લા ખેડૂત રક્ષક સમિતિ દ્વારા વર્ષ 2019ની 16મી ઓક્ટોબરના દિવસે રાજ્યપાલને સંબોધીને લખવામાં આવેલા આવેદનપત્રમાં રાજ્યમાં આરોગ્ય શિક્ષણ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે. તેને આધાર બનાવીને ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. આજે મંગળવારે ફરી એક વખત ખેડૂત રક્ષક સમિતિએ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન હોવું જોઈએ તેવી માગ કરી છે.
આ પણ વાંચોઃ માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી