ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતને ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો આપનાર જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના આજે 120 વર્ષ પૂર્ણ - Junagadh News

જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન બહાઉદ્દીન વિનયન કોલેજ આજે તેની સ્થાપનાના 120 વર્ષ (120 years of Bahauddin College) પૂરા કરી રહી છે. વર્ષ 1900 ની 3 નવેમ્બરના દિવસે જે તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને કોલેજનું લોકાર્પણ કર્યું હતું, ત્યારથી લઈને આ કોલેજ અત્યાર સુધીના જૂનાગઢ (Junagadh) ના ઇતિહાસની ઐતિહાસિક ધરોહર સમાવીને આજે પણ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહી છે.

Historical Bahauddin College
Historical Bahauddin College

By

Published : Nov 3, 2021, 7:02 AM IST

  • જૂનાગઢની બહાઉદીન વિનયન કોલેજ આજે પૂરા કરી રહી છે સ્થાપનાના 120 વર્ષ
  • 3 નવેમ્બર 1900 ના દિવસે લોર્ડ માઉન્ટબેટને કોલેજનુ કર્યું હતુ લોકાર્પણ
  • મેઘાણી, ધૂમકેતુ સહિત અનેક સાહિત્યકારોને શિક્ષણ આપવાનું બહુમાન ધરાવે છે બહાઉદ્દીન કોલેજ

જૂનાગઢ: જિલ્લામાં આવેલી બહાઉદ્દીન કોલેજ આજે તેની સ્થાપનાના 120 (120 years of Bahauddin College) વર્ષ પૂરા કરી રહી છે. વર્ષ 1900 ની 3 નવેમ્બરના દિવસે જે તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા જૂનાગઢના વજીર બહાઉદ્દીન દ્વારા બનાવવામાં આવેલી કોલેજનુ લોકાર્પણ કર્યું હતું, ત્યારથી લઈને આજદિન સુધી બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરીને અનેક નામી- અનામી વ્યક્તિઓ ગર્વભેર પોતાનું જીવન જીવી રહ્યા છે. આ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ સહિત અનેક નામી અનામી વ્યક્તિઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સફળતાના શિખરો સર કર્યા છે. તેવા પ્રત્યેક વ્યક્તિની પાછળ બહાઉદ્દીન વિનિયન કોલેજનું શિક્ષણ આજે પણ પાયાના પત્થર સમાન માનવામાં આવે છે.

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ આજે કરી રહી છે 120 વર્ષ પુરા કરવાની ઉજવણી

આ પણ વાંચો: દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગનો જાણો શું એક્શન પ્લાન...

બહાઉદ્દીન કોલેજનો 52 દરવાજાનો સેન્ટ્રલ હોલ આજે પણ છે બેનમૂન

બહાઉદ્દીન કોલેજ (120 years of Bahauddin College) ના પરિસરમાં 52 દરવાજા સાથેનો સેન્ટ્રલ હોલ આજે પણ અલભ્ય માનવામાં આવે છે. જે સમયે કોલેજનું નિર્માણ કાર્ય થયું હતું, ત્યારે આ સેન્ટ્રલ હોલ એશિયાનો સર્વશ્રેષ્ઠ હોલ તરીકે પણ ગણનાપાત્ર બન્યો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકારે બહાઉદ્દીન કોલેજની ઇમારતને હેરિટેજમાં સામેલ કરીને તેના મહત્વને વધુ પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણની સાથે સ્થાપત્યના બેનમૂન નમૂના સમાન બહાઉદ્દીન કોલેજ આજે પણ શિક્ષણની જ્યોત જગાવી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ પોતાનુ કારકિર્દી લક્ષી શિક્ષણ મેળવીને સમાજ જીવનમાં સ્થાપિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

મોરારીબાપુના જીવનમાં આજે પણ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ નહીં કરવાનો છે વસવસો

પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુ (Moraribapu) પણ એક સમયે બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરવાને લઈને એડમિશન માટે અનેક પ્રયાસો કર્યા હતા. તેમ છતાં તેને આ કોલેજમાં પ્રવેશ નહીં મળવાને કારણે તેના જીવનમાં આજે પણ તેનો ખાલીપો વ્યક્ત કરી રહ્યા છે. જે કોલેજમાં ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુ નામની બે પ્રખર વ્યક્તિઓએ અભ્યાસ કર્યો હોય તેવી કોલેજમાં પ્રવેશ મેળવવો પણ ગૌરવપુર્ણ બાબત માનવામાં આવતી હતી. અનેક પ્રયાસો છતાં મોરારિબાપુને બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશ નહીં મળવાને કારણે તેઓ વ્યથિત હતા અને પોતે એક સારી કોલેજમાં પ્રવેશ નથી મેળવી શક્યા તેનો વસવસો આજે પણ તેમને કમીના રૂપમાં જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details