ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Gas Pipeline : જૂનાગઢમાં ગેસ પાઈપલાઈન કપાણી, ઉંદરોએ આ કોને ઉઘાડા પાડ્યાં ? - Rats Cut Gas Line in Junagadh

જૂનાગઢ શહેરમાં રાંધણગેસ માટે પાઇપલાઇન (Junagadh Gas Pipeline) બીછાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ઉંદરો અંધારાનો લાભ લઈને કેટલીક જગ્યા પર ગેસ પાઈપલાઈન (Rats Cut Gas Line) કાપી રફુચક્કર થઈ ગયા છે. પરંતુ, લોકોની મતિ મુંઝાણી છે કે ઉંદરને પકડવા કે ગેસ કંપનીના અધિકારીઓને...

Junagadh Gas Pipeline : જૂનાગઢમાં ગેસ પાઈપલાઈન કપાણી ઉંદરોનો ત્રાસ કે કંપનીની બેદરકારી ?
Junagadh Gas Pipeline : જૂનાગઢમાં ગેસ પાઈપલાઈન કપાણી ઉંદરોનો ત્રાસ કે કંપનીની બેદરકારી ?

By

Published : Jun 7, 2022, 3:32 PM IST

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં ખાનગી ગેસ કંપની દ્વારા ઘરે-ઘરે રાંધણ ગેસ પહોંચાડવા (Junagadh Gas Pipeline Operation) માટેની પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ઉંદરો દ્વારા ગેસની પાઈપલાઈન કાપી નાખવાના ચિંતાજનક બનાવો બન્યા છે. સમગ્ર મામલાને લઈને સ્થાનિક કોર્પોરેટર ગેસ કંપનીના અધિકારીઓનું ધ્યાન ધર્યું હતું. પરંતુ, તમામ અધિકારીઓ ફોન બંધ કરીને (Rats Cut Gas Line in Junagadh) સમગ્ર મામલાથી પોતાની જાતને દૂર રાખી રહ્યા છે.

જૂનાગઢમાં ગેસ પાઈપલાઈન કપાણી ઉંદરોનો ત્રાસ કે કંપનીની બેદરકારી ?

આ પણ વાંચો :LPG ડિલર્સના પરવાના બાબતે સરકારે આપી મુક્તિ, ગુજરાત સરકારની જાહેરાત

જાનહાનિ ટળી - જૂનાગઢ શહેરમાં ખાનગી કંપની દ્વારા લોકોને ઘરના રસોડા સુધી રાંધણગેસ મળી રહે તે માટે પાઇપલાઇન (Junagadh Gas Pipeline) બીછાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સૌથી ચિંતાજનક કહી શકાય તે પ્રકારના અકસ્માતના એક સાથે ત્રણ બનાવો સામે આવ્યા છે. હજી તો જૂનાગઢ શહેરમાં માત્ર પાઈપલાઈન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે. આવા સમયે ઉંદરો દ્વારા શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાં બિછાવવામાં આવેલી ગેસની પાઈપલાઈને કાપી નાખવામાં આવતા ગેસ કંપનીની ઉદાસીનતા સામે આવી છે. જો આ પ્રકારની ઘટના પાઇપલાઇન મારફતે ઘરના રસોડા સુધી ગેસ પહોંચતો કરવાની શરૂઆત થઈ ગઈ હોત તો ખૂબ મોટી જાનહાનિ અને અકસ્માતને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ હોત.

આ પણ વાંચો :જાણે જરૂર ન હોય તેમ મહિલાઓએ ગેસ સિલિન્ડરને નદીમાં ફેંક્યા, અને પછી થયું કે....

ગેસ કંપનીના અધિકારીઓએ ફોન કર્યા બંધ -સમગ્ર મામલાને લઈને વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર હરેશ પરસાણાએ ખાનગી ગેસ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તમામ અધિકારી અને ઈજનેરોના ફોન બંધ આવી રહ્યા છે. રાત્રિના અંધારાના સમયે કંપનીના કારીગરોએ ઉંદરો દ્વારા કાપવામાં આવેલી પાઇપલાઇના ટુકડાને રીપેરીંગ કરીને પૂર્વવત કર્યા છે. પરંતુ, જે વિસ્તારમાં ઉંદરોની સમસ્યા જોવા મળતી હોય છે, તેવા વિસ્તારોમાં પાઈપલાઈન બિછાવતા પૂર્વે તેમાં કેસિંગ રાખવું ફરજિયાત હોય છે. ગેસ કંપનીના અધિકારીઓની બેદરકારીને કારણે કેસિંગ કર્યા વગરની પાઈપલાઈન સીધી જમીનમાં ઉતારી દેવામાં આવતા તેને ઉંદરોએ કાપી નાખે છે.

ABOUT THE AUTHOR

...view details